48 કલાકમાં દેશમાં અહીં થશે જોરદાર વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ એલર્ટ

News18 Gujarati
Updated: June 9, 2019, 8:29 PM IST
48 કલાકમાં દેશમાં અહીં થશે જોરદાર વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ એલર્ટ
પ્રતિકાત્મક તસવીર

વરસાદ ન થવાથી 20 લાખ લોકો પર મંડરાઈ રહ્યો છે મોતનો ખતરો

  • Share this:
ચોમાસાએ શનીવારે કેરળમાં આગમન કરી દીધુ છે. આ વખતે ચોમાસુ નક્કી સમય કરતા આઠ દિવસ મોડુ કેરળ પહોંચ્યું છે. હવામાન વિભાગ અનુસાર, લક્ષ્યદ્વિપ અને અરબ સાગરના પૂર્વમધ્ય ભાગમાં એક ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું છે. જેને લઈ અગામી 48 કલાકમાં દક્ષિણ પૂર્વ અથવા પૂર્વ મધ્ય વિસ્તારોમાં વાવાઝોડા સાથે સારો વરસાદ વરસી શકે છે. આ હવા અગામી 24 કલાકમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. આ વખતે ચોમાસુ દક્ષિણથી લઈ ઉત્તર ભારત સુધી સાતથી 10 દિવસ મોડુ આવે તેવી આશા છે.

હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર, જૂન મહિનામાં સામાન્યથી ઓછો વરસાદ થશે. જ્યારે મધ્ય ભારત અને ઉત્તર ભારતમાં હજુ પણ હીટવેવ ચાલુ રહેશે. સૌથી વધારે હીટવેવ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં રહેશે.

હવામાન વિભાગે જાહેર કર્યું આ અનુમાન

હવામાન વિભાગ અનુસાર, 9થી 13 જૂન વચ્ચે કેરળ, લક્ષ્યદ્વીપ, કર્ણાટકના દરીયા કાંઠાના વિસ્તાર, કર્ણાટકના દક્ષિણના વિસ્તાર, કોંકણ, ગોવા, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ આવી શકે છે. હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવાનું પણ કહ્યું છે.જાણો કેટલા વરસાદનો શું થાય મતલબહવામાન વિભાગે વરસાદના કેટલાક નિયમ નક્કી કર્યા છે. ઉદાહરણ તરીકે જો કોઈ વિસ્તારોમાં 64.5થી 115.5 મિલીમીટર સુધી વરસાદ એક દિવસમાં થાય છે તો તેને Heavy rain કહેવામાં આવે છે. જો, 115.6થી 204.4 મિલીમીટર વરસાદ એક દિવસમાં થાય છે તો, તેને Very heavy rain કહેવામાં આવે છે. જો 204.4 મિલીથી વધારે વરસાદ એક દિવસમાં વરસે તો તેને Extremely heavy rain કહેવામાં આવે છે, અને તેના માટે એલર્ટ જાહેર કરી દેવામાં આવે છે.

અગામી 52 દિવસો સુધી સમુદ્દમાં નહી જઈ શકે 5000 માછીમારો
કેરળના તટ પર 52 દિવસો સુધી પ્રતિબંધ રવિવાર રાત્રીથી શરૂ થશે, જેમાં લગભગ 5000 માછલી પકડનારા જહાજને તટની પાસે જવાથી પણ રોકી દેવામાં આવ્યા છે. કેમ કે, તેમની ઉપસ્થિતિથી માછલીઓની પ્રજનન પ્રક્રિયામાં બાધા ઉત્પન્ન થઈ શકે છે. અધિકારીઓએ જાણકારી આપતા કહ્યું કે, આ નિયમનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ નાવ પર 2 લાખ 50 હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવશે.

જોકે, 1988 બાદથી દર વર્ષે લગાવવામાં આવતા આ પ્રતિબંધનો પારંપરિક માછીમારો પર કોઈ પ્રભાવ નહી પડે. પ્રદેશ અધિકારીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ એવો સમય છે જ્યારે માછલીઓ પ્રજનન કરે છે અને તે પ્રક્રિયામાં કોઈ ગડબડી સમુદ્રી ધનને તબાહ કરી શકે છે.

વરસાદ ન થવાથી 20 લાખ લોકો પર મંડરાઈ રહ્યો છે મોતનો ખતરો
ભારતની બહાર પણ એવા કેટલાએ દેશ છે જ્યાં ઓછો વરસાદ ચિંતાજનક પરિસ્થિતિ પેદા કરી દે છે. સોમાલિયા જેવા દેશમાં તો વરસાદ ન થવાના કારણે દુકાળની પરિસ્થિતિને લઈ 20 લાખ લોકો પર મોતનો ખતરો મંડરાઈ રહ્યો છે. હાલાત એટલા ભયાનક છે કે, સંયુક્ત રાષ્ટ્ર સંઘે દુનિયાના તમામ દેશોના લોકોના જીવ બચાવવાની અપીલ કરી છે. જો ટુંક સમયમાં આંતરરાષ્ટ્રીય મદદ ન મળી તો, ગરમીના અંત સુધીમાં 20 લાખથી વધુ લોકો ભુખમરાથી મરી શકે છે.

ભારત સહિત દુનિયાના કેટલાએ દેશોમાં જળસંકટની ગંભીર બની રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખી સંયુક્ત રાષ્ટ્રની ચેતાવણી પર તુરંત ધ્યાન આપવાની જરૂરત છે. ભારતમાં, જ્યાં કેટલાએ રાજ્યોમાં જળસંકટની સ્થિતિ છેલ્લા કેટલાક વર્ષના મુકાબલે ગંભીર બની રહી છે, સરકારે તુરંત કારગર યોજના બનાવવી પડશે, જેથી સોમાલિયા જેવી પરિસ્થીતિ ભારતની ના બને.
Published by: kiran mehta
First published: June 9, 2019, 8:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading