ભારતીય હવામાન વિભાગ (IMD)એ પોતાના તાજા બુલેટિનમાં આગામી 4 દિવસમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગ મુજબ, 18 જુલાઈ બાદ ઓડિશા અને છત્તીસગઢના કેટલાક હિસ્સામાં વરસાદની આગાહી છે. બીજી તરફ, આગામી 3-4 દિવસમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગાનામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
જાણો ક્યાં અને ક્યારે પડશે વરસાદ?
16 જુલાઈ- પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, ઉત્તર પંજાબ, ઉત્તર હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કોંકણ અને ગોવા, કેરળ અને માહે, તમિલનાડુ, પુડુચેરી તથા કરાઈકલ અને કોસ્ટલ કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી છે.
17 જુલાઈ- કેરળ તથા માહે અને કોસ્ટલ કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પંજાબ, ઉત્તર હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, અંડમાન તથા નિકોબાર ટાપુઓ, કોંકણ તથા ગોવા, તમિલનાડુ, પુડુચેરી તથા કરાઈકલ, લક્ષદ્વીપ અને દક્ષિણ કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી છે.
18 જુલાઈ- કેરળ તથા માહે અને કોસ્ટલ કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પંજાબ, ઉત્તર હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરી તથા કરાઈકલ, કોંકણ અને ગોવા, કોસ્ટલ આંધ્ર પ્રદેશ તથા યનમ, અંડમાન અને નિકોબાર ટાપુઓ અને દક્ષિણ કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી છે.
19 જુલાઈ- હવામાન વિભાગ મુજબ, કેરળ તથા માહે અને કોસ્ટલ કર્ણાટકમાં ભારેથી વધુ ભારે વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરખંડ, ઉત્તર પંજાબ, ઉત્તર હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરી તથા કરાઈકલ, કોંકણ તથા ગોવા, કોસ્ટલ આંધ્ર પ્રદેશ તથા યનમ, અંડમાન નિકોબાર ટાપુઓ અને દક્ષિણી કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે.