દેશભરમાંથી લેવાયેલી આ હિંસાની તસવીરો રજુ કરે છે ભારત બંધનો ચિતાર

News18 Gujarati
Updated: April 3, 2018, 9:53 AM IST
દેશભરમાંથી લેવાયેલી આ હિંસાની તસવીરો રજુ કરે છે ભારત બંધનો ચિતાર
(image credit: PTI)

  • Share this:
સોમવારે દેશભરમાં દલિતો દ્વારા આપવામાં આવેલા બંધની અસર જોવા મળી. મધ્ય પ્રદેશ, બિહાર, ઓડિશા, પંજાબ, ઝારખંડ, હરિયાણા અને રાજસ્થાન સહિત આખા ઉત્તર ભારતમાં તેની અસર જોવા મળી હતી. રાષ્ટ્રીય જનતા દળ સહિત અનેક રાજકીય પક્ષોએ પણ બંધને સમર્થન આપ્યું હતું.

અનુસૂચિત જાતિ/જનજાતિ (એસસી/એસટી) અત્યાચાર નિવારણ એક્ટમાં સુધારા અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં સોમવારે ભારત બંધ દરમિયાન દેશમાં અનેક ભાગમાં હિંસક દેખાવો થયા હતા. આ હિંસક પ્રદર્શનમાં 10 લોકોનાં મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે દેખાવકારો તેમજ દલિતોને શાંત કરવા માટે કહ્યું અને સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન પણ દાખલ કરી હતી.SC-ST એક્ટ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં અનેક દલિત સંગઠનોએ સોમવારે ભારત બંધનું એલાન કર્યું હતું. સંગઠનોની માંગ હતી કે અનુસૂચિત જાતિ-જનજાતિ નિવારણ એક્ટ 1989માં જે સુધારા સૂચવવામં આવ્યા છે તેને તાત્કાલિક પરત ખેંચી લેવામાં આવી અને પહેલાની જેમ કાયદો લાગૂ કરવામાં આવે. (Image: Rahul Malhotra/ News18)દલિત સંગઠનોના વિરોધની સૌથી વધારે અસર પંજાબમાં જોવા મળી હતી. જેના કારણે સીબીએસઈએ પોતાની પરીક્ષા રદ કરવી પડી હતી, તેમજ જાહેર પરિવહનની સેવા સોમવારે બંધ રાખવામાં આવી હતી. (image credit: PTI)

ભારત બંધ દરમિયાન વિવિધ રેલવે સ્ટેશન્સ પર કરવામાં આવેલી તોડફોડને ધ્યાનમાં રાખીને દિલ્હીના તમામ રેલવે સ્ટેશન્સને હાઇ અલર્ટ પર રાખવામાં આવ્યા હતા. (image credit: PTI)ભારત બંધ દરમિયાન અમુક જગ્યાએ દેખાવકારો હિંસક બની ગયા હતા. વાહનોની તોડફોડ અને આગ લગાવવાની ઘટનાઓ સામે આવી હતી. હિંસાની ઘટના પંજાબ, રાજસ્થાન, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સુધી પહોંચી હતી. મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં અમુક લોકોએ જીવ ગુમાવ્યો હતો. (Image: News18)મેરઠમાં દેખાવકારોએ એક પોલીસ સ્ટેશનને આગ લગાડી દીધી હતી. એવા પણ સમાચાર હતા કે મેરઠના ધારાસભ્યના ધર પર દેખાવકારોએ હુમલો કરી દીધો હતો. દેશમાં અનેક જગ્યાએ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. (image credit: PTI)એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં અખિલ ભારતીય અનુસૂચિત જાતિ મહાસભા, ભીમ આર્મી સહિત અનેક સંગઠનોએ સોમવારે ભારત બંધની જાહેરાત કરી હતી. (image credit: PTI)21 માર્ચના રોજ સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ એક્ટ 1989 પ્રમાણે દાખલ થયેલા કેસમાં તાત્કાલિક ધરપકડ પર રોક લગાવી દીધી હતી. સરકારે નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે સરકારી કર્મચારીઓની ધરપકડ માટે ઉચ્ચ અધિકારીની મંજુરી મેળવવી જરૂરી છે. જે લોકો સરકારી કર્મચારી નથી તેમના કેસમાં તેની ધપકડ પહેલા એએસપીની મંજૂરી લેવી પડશે. (image credit: PTI)રાજસ્થાનના બાડમેરમાં બંધ દરમિયાન કરણી સેના અને દલિત સંગઠન સામ-સામે આવી ગયા હતા. બંને સંગઠનો વચ્ચે ઘર્ષણ થયું હતું. સામ-સામે પથ્થરમારો પણ થયો હતો. પોલીસે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. (image credit: PTI)અનેક રાજ્યમાં દેખાવકારોને કારણે રોડ તેમજ ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી. અનેક શહેરમાં દેખાવકારો ટ્રેનના પાટા પર બેસી ગયા હતા. (image credit: PTI)સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતા દેશભરમાં એસસી-એસટી એક્ટનો મોટા પ્રમાણમાં દુરુપયોગ થતો હોવાનું જાણીને ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો હતો. (image credit: PTI)
First published: April 3, 2018, 9:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading