Covidએ ભારતમાં અત્યાર સુધીમાં 200 ડોક્ટરનો ભોગ લીધો, IMAએ PMને ધ્યાન આપવાની કરી ભલામણ

News18 Gujarati
Updated: August 8, 2020, 6:38 PM IST
Covidએ ભારતમાં અત્યાર સુધીમાં 200 ડોક્ટરનો ભોગ લીધો, IMAએ PMને ધ્યાન આપવાની કરી ભલામણ
પ્રતિકાત્મક તસવીર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં IMAએ ડોક્ટરો અને તેમના પરિવાર માટે પર્યા્ત દેખભાળ સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે, જે એક સૌથી વધારે જોખમમાં છે

  • Share this:
નવી દિલ્હી : ઈન્ડીયન મેડિકલ એસોશિએશન (IMA)એ પ્રધાનમંત્રીને (Prime Minister) આ મામલા પર ધ્યાન આપવાની ભલામણ કરી જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 196 ડોક્ટરોના મોત કોવિડ-19ના કારણે થયા છે. અને તેમાં મોટાભાગના સામાન્ય ડોક્ટરો રહ્યા છે. આઈએમએએ કોવિડ-19 સંકટ વિરુદ્ધ લડાઈમાં પોતાનો જીવ ગુમાવનાર ડોક્ટરોની સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, IMA તરફથી ભેગા કરવામાં આવેલા નવા આંકડા અનુસાર, આપણા દેશમાં 196 ડોક્ટરો ગુમાવી દીધા છે, જેમાંથી 170ની ઉંમર 50 વર્ષથી વધારે હતી.

જ્યારે રોજે-રોજ સંક્રમિત થનાર ડોક્ટરોની સંખ્યા પણ વધી રહી છે. જોકે, તેમાં મોટાભાગના સામાન્ય ડોક્ટરો સામેલ છે. ડોક્ટરોની સંસ્થાએ કહ્યું કે, મોટાભાગના લોકો તાવ અને સંબંધિત લક્ષણો થવા પર સામાન્ય ડોક્ટરો પાસે જ જાય છે, એવામાં તે સંપર્ક અને દેખભાળના પહેલા સ્ત્રોત હોય છે.

આ પણ વાંચોBig News: કેન્દ્ર સરકાર આગામી મહિને સ્કૂલો ખોલવા માટે બનાવી રહી યોજના, જાણો - આ છે પૂરો પ્લાન

ડોક્ટરોને મળવી જોઈએ સરકારી સુવિધા અને જીવન વીમા સુવિધા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં IMAએ ડોક્ટરો અને તેમના પરિવાર માટે પર્યા્ત દેખભાળ સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે, જે એક સૌથી વધારે જોખમમાં છે, અને તમામ ક્ષેત્રમાં ડોક્ટરોને સરકારી સારવાર અને જીવન વીમા સુવિધા આપવાની વાત કરવામાં આવી છે.

આ પણ વાંચોરાહતના News: ભારતમાં 250 રૂપિયાથી પણ સસ્તી મળશે Corona વેક્સીન, થયો કરાર કોવિડ-19થી થઈ રહેલા ડોક્ટરોના મોતનો દર ખતરનાક સ્તર પર પહોંચ્યો

તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, IMA દેશભરમાં ફેલાયેલા 3.5 લાખ ડોક્ટરોનું પ્રતિનિધિત્વ કરે છે, જે આસ-પાસમાં સસ્તી સ્વાસ્થ્ય સુવિધા આપી રહ્યા છે. આ ઉલ્લેખ કરવાનું ઉચિત છે કે, કોવિડ-19 સરકારી અને પ્રાઈવેટ ક્ષેત્ર વચ્ચે અંતર નથી રાખતો અને તમામને પ્રભાવિત કરે છે.

ડોક્ટરો વચ્ચે વધતા કોવિડ-19ના સંક્રમણ અને મોતને લઈ IMAએના મહાસચિવ ડો. આરવી અશોકને કહ્યું કે, કોવિડ-19ના કારણે ડોક્ટરો વચ્ચે મૃત્યું દર હવે ખતરનાક સ્તર પર પહોંચી ગયો છે.
Published by: kiran mehta
First published: August 8, 2020, 6:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading