Home /News /national-international /

Omicron Variant: IMAએ કોરોનાની ત્રીજી લહેરની વ્યક્ત કરી આશંકા, કહ્યું- સરકાર તાત્કાલિક આ પગલાં લે

Omicron Variant: IMAએ કોરોનાની ત્રીજી લહેરની વ્યક્ત કરી આશંકા, કહ્યું- સરકાર તાત્કાલિક આ પગલાં લે

પ્રતીકાત્મક તસવીર

Coronavirus New Variant Omicron: ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ કહ્યું કે, ભારતના મોટા રાજ્યો (India)માં કોરોના વાયરસ (Coronavirus)ના નવા સ્વરૂપ ઓમિક્રોન (Omicron Variant)ના કેસ નોંધાયા છે, જે બે આંકડામાં છે અને તેમાં વધારો થવાની સંભાવના છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: ઇન્ડિયન મેડિકલ એસોસિએશને (IMA) સોમવારે કોરોના વાયરસ (Coronavirus)ના ઓમિક્રોન (Omicron Variant)ના નવા સ્વરૂપની વધતી ચિંતા વચ્ચે કેન્દ્ર સરકારના આરોગ્ય કર્મચારીઓ, એડવાન્સ ફ્રન્ટ કર્મચારીઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા વ્યક્તિઓ માટે કોવિડ વિરોધી રસી બુસ્ટર ડોઝ જાહેર કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આઇએમએએ એવી પણ માંગ કરી છે કે, સરકાર 12-18 વર્ષની વય જૂથમાં રસીકરણની દરખાસ્ત પર ઝડપથી વિચાર કરે. દેશમાં ઓમિક્રોનના 23 કેસ નોંધાયા છે.

  ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું કહેવું છે કે ભારતના મુખ્ય રાજ્યો વાયરસના નવા ફોર્મેટના એવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જે બે આંકડામાં છે અને સંખ્યામાં વધારો થવાની અપેક્ષા છે. આઇએમએએ દાવો કર્યો છે કે ઉપલબ્ધ વૈજ્ઞાનિક પુરાવા અને તેના મૂળ દેશો સાથે સંકળાયેલા અનુભવ દર્શાવે છે કે ઓમિક્રોન ઝડપથી ફેલાય છે અને વઘુમાં વઘુ લોકોને ઘેરી શકે છે.

  આઇએમએએ કહ્યું કે, "એવા સમયે જ્યારે ભારત સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આ એક મોટો ફટકો સાબિત થઈ શકે છે. જો આપણે પૂરતા પગલાં નહીં લઈએ તો આપણને મહામારીની ત્રીજી લહેરનો સામનો કરવો પડી શકે છે." આઇએમએએ સરકારને વિનંતી કરી છે કે તેઓ આરોગ્ય કર્મચારીઓ, એડવાન્સ ફ્રન્ટના કર્મચારીઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા વ્યક્તિઓ માટે કોવિડ વિરોધી રસીનો બુસ્ટર ડોઝ જાહેર કરે.

  આ પણ વાંચો: Omicron ની entry વચ્ચે Shamlaji માં Ratanpur Border પર કોઈ તપાસ નહીં

  તમને જણાવી દઈએ કે બુસ્ટર ડોઝ અંગે સોમવારે નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ (એનટીએજીઆઇ)ની બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એનટીએજીઆઈએ ઓમિક્રોન સાથે સંબંધિત ડેટાનું મૂલ્યાંકન કર્યું છે, જે સૂચવે છે કે દેશમાં કોરોના મહામારીનું જોખમ વધારે છે.

  આ પણ વાંચો: Omicron Variant ના વધતા કેસ તો બીજી તરફ આયુર્વેદ મેળાનું આયોજન કેટલું યોગ્ય ?

  જોકે, કેટલાક નિષ્ણાતો માને છે કે આરોગ્ય કર્મચારીઓને પહેલા બુસ્ટર ડોઝ આપવો જોઈએ. નિષ્ણાતોનું કહેવું છે કે ફ્રન્ટ લાઇન કામદારોની સાથે વૃદ્ધોને પણ બુસ્ટર ડોઝ આપવો જોઈએ જેમણે સૌ પ્રથમ રસી મૂકાવી હતી. આ બધા લોકો માટે રસી લીઘાનો લાંબો સમય થઈ ગયો છે અને તેમને સંક્રમણ લાગે તેવી સંભાવના વધુ છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, "એનટીએજીઆઈ આ મુદ્દે ડબ્લ્યુએચઓની માર્ગદર્શિકાની રાહ જોઈ રહ્યું છે, ત્યારે જ બુસ્ટર ડોઝ અંગે નિર્ણય લેવામાં આવશે."

  આ પણ વાંચો: Omicron : ઓમિક્રોનની દહેશત વચ્ચે ગુજરાતની સરકારી કોલેજના ડોક્ટરોનું હડતાલનું એલાન

  ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણો શું છે :-
  વધુ પડતો થાક
  હળવો માથાનો દુખાવો
  આખા શરીરમાં દુખાવો
  ગળામાં દુખાવો
  સૂકી ઉધરસ
  Published by:Riya Upadhay
  First published:

  Tags: Corona third wave in india, Coronavirus કોરોના વાયરસ, Omicron variant, દેશ વિદેશ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन