ઈન્ડીયન મેડિકલ એસોસિએશને સોમવારે સવારે 6 કલાકથી ડોક્ટર્સની દેશવ્યાપી હડતાળ પાડવામાં આવશે. આ હડતાળથી દેશભરના રાજ્યમાં અસર પડશે. દેશભરની તમામ હોસ્પિટલોમાં 24 કલાક માટે ઈમરજન્સી સેવાઓને છોડી તમામ સેવાઓ બંધ રાખવામાં આવશે. સવારે 10થી 2 વાગ્યા સુધી તમામ ડોક્ટર્સ IMA ઓફિસ પર ધરણા કરશે. આ હડતાળમાં IMA, DMA, RDAના ડોક્ટર્સ સામેલ થશે.
શું છે પૂરો મામલો
IMAએ આ હડતાળ બંગાળમાં ડોક્ટર્સના સમર્થનમાં પાડી છે. ઉલ્લેખનીય છે કે, 10 જૂને કોલકાતાના નીલ રત્ન સરકાર મેડિકલ કોલેજમાં સારવાર દરમ્યાન એક 75 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. તેથી ગુસ્સામાં આવેલા મૃતકના પરિવારજનોએ ડોક્ટર્સ સાથે ગેરવ્યાજબી વર્તન કર્યું.
ડોક્ટર્સે કહ્યું કે, જ્યાં સુધી મૃતકના પરિવારજનો તેમની માફી નહી માંગે ત્યાં સુધી તે પ્રમાણપત્ર નહી આપે. ત્યારબાદ આ મામલામાં હિંસા ભડકી ઉઠી અને કેટલાક લોકોએ હથિયારો સાથે હોસ્ટેલમાં હુમલો કરી દીધો. આ હિંસામાં બે જૂનિયર ડોક્ટર્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા, ત્યારે અન્ય કેટલાકને ઈજા પણ પહોંચી.
કેન્દ્રીય સ્વાસ્થ્યએ રાજ્યોને આપી હતી આ સલાહ
આ હડતાળની જાહેરાત તે સમયે થઈ જ્યારે એક જ દિવસ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ડોક્ટરો અને ચિકિત્સા વ્યવસાયિકો પર થતી કોઈ પણ પ્રકારની હિંસાથી બચાવવા માટે રાજ્યોને ડોક્ટર્સની રક્ષા માટે વિશિષ્ટ કાયદો બનાવવા પર વિચાર કરવાનું કહ્યું છે.
બંગાળમાં વાતચીત માટે ડોક્ટર્સ તૈયાર
જ્યારે બંગાળમાં ચાલી રહેલી હડતાળ વચ્ચે જૂનિયર ડોક્ટર્સ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે વાતચીત માટે તૈયાર થઈ ગયા છે. આ તમામ જૂનિયર ડોક્ટર્સ અલગ-અલગ મેડિકલ કોલેજો અને મીડિયા પ્રતિનીધિઓ સાથે પોતાની પસંદની જગ્યા પર સીએમ સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર