Home /News /national-international /

ઓક્સફોર્ડનો અભ્યાસ છોડીને IPS ઓફિસર બની ખેડૂત પુત્રી ઇલ્મા અફરોઝ

ઓક્સફોર્ડનો અભ્યાસ છોડીને IPS ઓફિસર બની ખેડૂત પુત્રી ઇલ્મા અફરોઝ

તસવીરઃ ઇલ્મા અફરોઝ

    નાસિર હુસૈન

    મુરાદાબાદના એક નાના ગામમાં રહેતી ઇલ્મા અફરોઝના પિતાનું તે 14 વર્ષની હતી ત્યારે નિધન થઈ ગયું હતું. પિતા વ્યવસાયે ખેડૂત હતા. બાદમાં ઘરની જવાબદારી તેના નાના ભાઈ અને માતાએ સંભાળી હતી. જોકે, અભ્યાસમાં સફળતા મેળવેલી ઈલ્માએ ક્યારેય બંનેને નિરાશ કર્યા ન હતા.

    નાના શહેરમાં અભ્યાસ કર્યા બાદ ઈલ્માએ દિલ્હી અને લંડનમાં અભ્યાસ કર્યો હતો. પરંતુ દેશભક્તિ ઇલ્માને લંડન, ઇન્ડોનેશિયા અને પેરિસમાંથી પરત ભારત લાવી હતી. અહીં આવીને તેણીએ એવી કમાલ કરી કે જે બહુ થોડા લોકો જ કરી શકે છે. એટલું જ નહીં ઇલ્માનો ભાઈ સંસ્કૃત સાહિત્ય વિષય સાથે સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યો છે. ઇલ્માના મોઢેથી જ સાંભળીએ તેની સફળતાની કહાની.

    'મિસાઇલ મેન ડો. અબ્દુલ કલામનું એક વાક્ય (સપનાં એ હોય છે જે તમને ઉંઘવા ન દે) અવાર નવાર મને ઉંઘવા નથી દેતું. આ જ કારણે હું મુરાદાબાદમાં ધોરણ-12નો અભ્યાસ પૂરો કર્યા બાદ સેન્ટ સ્ટીફન્સ કોલેજ દિલ્હી આવી ગઈ હતી. જ્યાં સુધી મેં કોલેજનો અભ્યાસ પૂરો કર્યો ત્યાં સુધી મને આગળ અભ્યાસ માટે તકો મળવા લાગી હતી. દિલ્હી પછી મને ઓક્સફોર્ડ યુનિવર્સિટિમાં અભ્યાસનો મોકો મળ્યો હતો.

    મેં પેરિસ સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલમાં અભ્યાસ કર્યો. મને ઇન્ડોનેશિયામાં અભ્યાસ કરવાનો પણ મોકો મળ્યો હતો. આ દરમિયાન મને ક્લિન્ટન ફાઉન્ડેશન સાથે કામ કરવાનો પણ મોકો મળ્યો. પરંતુ આટલી સફળતા પછી પણ મારા દિલને શાંતિ મળી ન હતી. મનમાં એક જ વિચાર આવતો હતો કે હું આટલું ભણી પણ કોના માટે? પછી એક દિવસ મેં મારા ભારતમાં પરત ફરવાનું નક્કી કર્યું હતું. મને એ વાતનો આનંદ છે કે મારા આ નિર્ણયમાં મારા નાના ભાઈ અફરોઝ અને મારી માતાએ પણ સાથ આપ્યો હતો.

    સ્વદેશ પરત ફરીને મેં સૌપ્રથમ સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. ભાગ્યએ પણ મારો સાથ આપ્યો હતો. પ્રથમ પ્રયાસમાં જ હું 217માં રેન્ક સાથે પરીક્ષામાં ઉતીર્ય થઈ હતી. હવે હું એક આઈપીએસ ઓફિસર બનવા જઈ રહી છું. મારા માટે સૌથી ખુશીની વાત એ છે કે હવે હું વિદેશ માટે નહીં પરંતુ મારા દેશ માટે કામ કરીશુ.'
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: UPSC, આઇપીએસ, ભારત

    આગામી સમાચાર