Home /News /national-international /સાળાની પત્ની સાથે અનૈતિક સંબંધો ભારે પડ્યા, રહસ્ય છૂપાવવા માંગ્યા હતા 30 લાખ રૂપિયા

સાળાની પત્ની સાથે અનૈતિક સંબંધો ભારે પડ્યા, રહસ્ય છૂપાવવા માંગ્યા હતા 30 લાખ રૂપિયા

પોલીસે મૃતકના સાળાની પત્ની અને સસરાની ગ્વાલિયરના મુરારથી ધરપકડ કરી

suicide case - સાળાની પત્ની સાથેના અવૈધ સંબંધ બાબતે બ્લેકમેઈલિંગથી પરેશાન થઈને ગાર્ડે ગોળી મારી આત્મહત્યા કરી લીધી

    રાયપુર : લગ્નેતર સંબંધના પરિણામ ભયાનક આવતા હોય છે. રાયપુર (Raipur)માં પણ આવો જ ભયાનક કિસ્સો સામે આવ્યો છે. સાળાની પત્ની સાથેના અનૈતિક સંબંધો (Relationship)માં વીઆઈપી ફરજ પરના ગાર્ડે જીવ ગુમાવ્યો છે. તેણે સાળાની પત્ની સાથેના અવૈધ સંબંધ (Illicit relationship) બાબતે બ્લેકમેઈલિંગથી પરેશાન થઈને પોતાને ગોળી મારી આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. ત્યારબાદ પોલીસે મૃતકના સાળાની પત્ની અને સસરાની ગ્વાલિયરના મુરારથી ધરપકડ કરી છે.

    30 લાખ રૂપિયા ન આપતા કર્યો હતો કેસ

    આરોપી ઉમાશંકરે પત્ની અને પિતા સાથે મળીને ગાર્ડ પાસે 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ગાર્ડે 30 લાખ રૂપિયા ન આપ્યા તો 19 ઓગસ્ટ 2021ના રોજ મહિલા અને તેના પતિ દ્વારા ગ્વાલિયરના મુરાર પોલીસ સ્ટેશનમાં ગાર્ડ વિરુદ્ધ છેડતીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સસરા અને વહુની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ આરોપી ઉમાશંકર ફરાર છે.

    19 ઓગસ્ટના રોજ રાયપુરના વીઆઈપી સુરક્ષા વાહિનીમાં તૈનાત 272 નંબરના ગાર્ડ વિશ્વંબર દયાલ રાઠોડે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક સિંચાઈ કોલોની શાંતિનગર રાયપુરના સરકારી મકાન નંબર એચ/91માં રહેતો હતો. આપઘાતની આ ઘટના બાદ સિવિલ લાઈન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી.

    આ પણ વાંચો - વરસાદમાં સામે આવી ડરામણી તસવીર, બે માળની ઇમારત પત્તાની જેમ ધરાશાયી, જુઓ Video

    ઘટના સ્થળેથી પોલીસને સ્યુસાઇડ નોટ મળી આવી હતી અને તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ કેસમાં મહેશ રાઠોડ, શારદા રાઠોડ અને રામશંકર રાઠોડે મૃતકને ત્રાસ આપ્યો હોવાનું ખુલ્યું હતું. આ આરોપીઓ વિશ્વંબર પાસે 30 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

    બે આરોપીઓ ઝડપાયા, એક ફરાર

    પોલીસના જણાવ્યા આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ કલમ 306, 384, 34 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાયાની જાણ થતાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ આ કેસના આરોપીઓ ગ્વાલિયરમાં રહેતા હોવાની પોલીસને માહિતી મળી હતી. જેથી આરોપી શારદા રાઠોડ અને મહેશ રાઠોડની સિવિલ લાઈન પોલીસની ટીમે ધરપકડ કરી હતી અને પોલીસ સ્ટેશન લાવ્યા હતા. જ્યાં જેમની પૂછપરછ કરતાં તેમણે કબૂલાત આપી હતી.

    આ કેસમાં ગત 13 જુલાઈએ આરોપીઓની વિધિવત ધરપકડ કરવામાં આવી હતી. આ કેસના અન્ય એક આરોપી રામશંકર રાઠોડ ફરાર છે અને પોલીસ તેની ભાળ મેળવી રહી છે.
    First published:

    Tags: Crime news, Suicide case

    विज्ञापन