સુધીર કુમાર, મુઝફ્ફરનગરઃ એક હોટલમાં ગેરકાયદેસર ચાલતા દેહવ્યાપારનો મોટો ખુલાસો થયો છે. મુઝફ્ફરનગરમાં આઇજી કોલોની સ્થિત આ હોટલમાં દેહવ્યાપાર ચાલતો હતો. આ બાબતની માહિતી મળતા પોલીસે જ્યારે બજરંગ હોટલ પર દરોડા (Raid in Bajrang Hotel) પાડ્યા તો ચાર પ્રેમી જોડા વાંધાજનક સ્થિતિમાં પકડાયા. જોકે તમામ જોડા પુખ્ય વયના છે તેથી તમામ યુવતીઓને યોગ્ય કાર્યવાહી કર્યા બાદ પોલીસે પરિજનોને બોલાવી તેમના હવાલે કરી દીધી છે. જ્યારે યુવકો સાથે પૂછપરછ ચાલી રહી છે.
હોટલ દસ્તાવેજની તપાસમાં જાણવા મળ્યું છે કે અહીં નિયમોને નેવે મૂકી લોકોને રૂમ ફાળવવામાં આવે છે. પકડાયેલા પ્રેમી જોડાઓ સંબંધિત પૂરી જાણકારી હોટલના રજિસ્ટરમાં નોંધવામાં આવી નહોતી. તેથી હોટલના દસ્તાવેજોને જપ્ત કરી તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન એસડીએમ કુન્દન કુમારના આદેશ પર હોટલના આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે અને પોલીસ હોટલ સંચાલકની પૂછપરછ કરી રહી છે. યુવકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસની તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે છેલ્લા દોઢ મહિનાથી આ હોટલ સંચાલક પોલીસને આ હોટલમાં રોકાનારા ગ્રાહકોની જાણકારી નથી આપી રહ્યો જ્યારે કાયદાના નિયમ મુજબ દરરોજ 24 કલાકમાં રોકાતા અતિથિઓની જાણકારી પોલીસ સ્ટેશનમાં આપવાની હોય છે. એસડીએમ કુન્દન કુમારે કહ્યું કે હોટલ સંચાલકે કાયદાનું ઉલ્લંઘજ કર્યું છે. તેની પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, આ હોટલ આઇજી કોલોનીમાં રહેણાંક વિસ્તારમાં આવેલી છે. પકડાયેલા જોડામાં એક પરિણીત છે જ્યારે ત્રણ અભ્યાસ કરનારા છે. તમામ લોકો બહાનું બનાવીને પોતાના ઘરેથી નીકળ્યા હતા. આ ઘટનાથી એવો પણ ખુલાસો થયો છે કે સમગ્ર જિલ્લામાં હોટલ સંચાલકો મનફાવે તેવું વર્તન કરે છે.
હાલ આ મામલો સામે આવ્યા બાદ એસડીએમે તમામ પોલીસ સ્ટેશનોને પોતપોતાના વિસ્તારમાં સંચાલિત હોટલોની વિગતો તૈયાર કરી રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આદેશ મુજબ હવે તમામ હોટલો પર સંબંધિત પોલીસ સ્ટેશનની નજર રહેશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર