Home /News /national-international /ટેરર ફંડિગનો ઉત્તર પ્રદેશ ATSએ કર્યો પર્દાફાશ, 10 લોકોની ધરપકડ

ટેરર ફંડિગનો ઉત્તર પ્રદેશ ATSએ કર્યો પર્દાફાશ, 10 લોકોની ધરપકડ

આતંકવાદીઓને ફંડ પૂરૂ પાડવાના બાબતે ઉત્તર પ્રદેશ ATSએ લખનઉ સહિત રાજ્યનાં અન્ય જિલ્લામાં તપાસ હાથ ધરી હતી. જેમાં આતંકવાદીઓને ફંડ પૂરૂ પાડવાનો મામલાનો પર્દાફાસ થયો છે. માહિતી મળ્યા બાદ ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા લખનઉ, ગોરખપુર અને પ્રતાપગઢની સાથે-સાથે મધ્યપ્રદેશના રીવામાંથી તાત્કાલિત કાર્યવાહી કરીને 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ વાત તે છે કે, ધરપકડ થયેલા કેટલાક આરોપી નાના-મોટા વેપારી છે. જેમની પાસેથી મોટા પ્રમાણમાં રોકડ કેશ, એટીએમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. ટેરર ફન્ડિંગની આ સમગ્ર કામગીરિને પાકિસ્તાનમાંથી કંટ્રોલ કરવામાં આવી રહી હતી. આ ફંડ નેપાળ, પાકિસ્તાન અને કતારના માર્ગે ભારત મોકલવામાં આવતું હતું. આ લોકો કેટલાક ટેરર ગ્રૂપ માટે રૂપિયા એકત્ર કરી રહ્યા હતા. એટીએસે પોતાના અહેવાલમાં તે પણ ખુલાસો કર્યો છે કે, ઘણા લોકો આ કેસને લઈને આઈએસઆઈ સાથે પણ જોડાયેલા હોઈ શકે છે. આ લોકોના બેન્ક ખાતામાંથી રૂ. 10 કરોડની લેણદેણ થયેલ છે. આ આખું નેટવર્ક પાકિસ્તાનમાં બેસીને ચલાવવામાં આવી રહ્યો હતો.


ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા ટેરર ફંડિંગના મામલે 10 લોકોની ધરપકડની જાણકારી આઈજી એટીએસના અસીમ અરૂણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, આ કેસ ગેરકાયદેસર રૂપિયાની લેણદેણના રેકેટનો છે. હાલમાં એટીએસ તે જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે આ પૈસા ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા. તેમણે જણાવ્યુ કે, એટીએસ બાતમી મળી હતી કે લશ્કર-એ-તોયબાના આતંકવાદી ભારતમાં ટેરર ફંડિંગનું નેટવર્ક ચલાવી રહ્યા છે. જે બાદ 25 માર્ચે ગોરખપુર, લખનઉ, પ્રતાપગઢ અને રીવા આ ચાર જગ્યાઓથી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
First published:

Tags: Terror funding, પાકિસ્તાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો