નબળા Students માટે IITનો નવો પ્લાન, 3 વર્ષમાં B.Sc.ની ડિગ્રી લઈ થઈ શકશે બહાર : રિપોર્ટ

છેલ્લા બે વર્ષમાં IITથી બી. ટેક. અને પોસ્ટ-ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સના 2,461 સ્ટુડન્ટ્સ બહાર થયા

છેલ્લા બે વર્ષમાં IITથી બી. ટેક. અને પોસ્ટ-ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સના 2,461 સ્ટુડન્ટ્સ બહાર થયા

 • Share this:
  દેશની મુખ્ય એન્જિનિયરિંગ સંસ્થાન IITમાં પ્રવેશ (Admission) મળી જવાથી પડકારો ખતમ નથી થઈ જતા. પ્રવેશ લીધા બાદ પણ ત્યાં રહીને ચાર વર્ષ સુધી અભ્યાસ કરવો અને સારા માર્ક્સ સાથે પાસ થવું ખૂબ જ મહેનતનું કામ અને તેમાં અનેક પડકારોનો સામનો કરવો પડે છે. IITમાં ચાર વર્ષ અભ્યાસ કરવા દરમિયાન સામે આવતાં પડકારોને પાર ન કરી શકનારા સ્ટુડન્ટ્સને બહારનો રસ્તો જોવો પડે છે. છેલ્લા બે વર્ષમાં આઈઆઈટીથી બી.ટેક. (B.Tech.) અને પ્રોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ (Post Gratuate Programmes)ના 2,461 સ્ટુડન્ટ્સને ખરાબ શૈક્ષણિક પ્રદર્શનના કારણે બહાર જવું પડ્યું.

  જોકે, હવે માહિતી સામે આવી રહી છે કે IIT અભ્યાસમાં નબળા સ્ટુડન્ટ્સને ત્રણ વર્ષ બાદ એન્જિનિયરિંગ (Engineering)માં B.Sc. ડિગ્રીની સાથે બહાર કરવાની મંજૂરી આપી શકે છે. 'ઈન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ મુજબ, આ પ્રસ્તાવ આઈઆઈટી પરિષદની બેઠકમાં એજન્ડા પર છે. હાલમાં તમામ આઈઆઈટીમાં અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ (Under Graduate Programmes)માં પ્રવેશ લેનારા સ્ટુડન્ટ્સને 8 સેમેસ્ટર કે ચાર વર્ષ પૂરા કર્યા બાદ B.Tech.ની ડિગ્રી આપવામાં આવે છે. જોકે, નબળા ગ્રેડવાળા સ્ટુડન્ટ વચ્ચે જ અભ્યાસ છોડી દે છે.

  છેલ્લા બે વર્ષમાં 2,461 સ્ટુડન્ટ્સ બહાર થયા

  માનવ સંસાધન વિકાસ મંત્રાલય (Ministry of Human Resource Development) દ્વારા સંસદ (Parliament)માં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા બે વર્ષમાં આઈઆઈટી (IIT)થી બી. ટેક. અને પોસ્ટ-ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સથી 2,461 સ્ટુડન્ટ્સ બહાર થયા. બહાર થયેલા સ્ટુડન્ટ્સમાં નબળા શૈક્ષણિક પ્રદર્શનનું કારણ બહાર કાઢવામાં આવેલા મામલામાં સામેલ છે.

  ઉદાહરણ માટે આ વર્ષે આઈઆઈટી-કાનપુર (IIT-Kanpur)એ ખરાબ ગ્રેડના આધારે 18 સ્ટુડન્ટ્સને હાંકી કાઢ્યા છે, જેમાંથી અડધા બી.ટેક. સ્ટુડન્ટ હતા. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આવા સ્ટુડન્ટ્સ માટે જ પ્રસ્તાવ આપ્યો છે કે તેમને આઈઆઈટીથી 6 સેમેસ્ટર બાદ બહાર કાઢવાનો વિકલ્પ રાખવામાં આવે.

  ત્રણ વર્ષ બાદ IIT છોડી દેશે

  રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કાઉન્સિલના ઍજન્ડા મુજબ, IITના ઍકેડેમિક રીતે નબળા સ્ટુડન્ટ્સને બીજા સેમેસ્ટર બાદ B.Sc.ના સિલેક્શનની મંજૂરી આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવા માટે કહેવામાં આવ્યું છે, જેનાથી તે સ્ટુડન્ટ્સ ત્રણ વર્ષ બાદ દે, પરંતુ શરત એ છે કે ન્યૂનતમ શૈક્ષણિક માપદંડોને પૂરા કરી ચૂક્યા હોય. જો આ પ્રસ્તાવ પાસ થાય છે તો તમામ IIT સંસ્થાનોમાં તેને વર્તમાન શૈક્ષણિક સત્રથી લાગુ કરવામાં આવશે.

  આ પણ વાંચો,

  આ વ્યક્તિએ એક મહિનામાં 23 લગ્ન કરી બાદમાં છૂટાછેટા લીધા! કારણ જાણી ચોંકી જશો
  યુગલે પોતાના લગ્નને યાદગાર બનાવવા જાહેરમાં જ કર્યું આવું કામ...!
  Published by:Mrunal Bhojak
  First published: