Home /News /national-international /

IIT Mandiના દિગ્દર્શકે ભૂતોને ભગાડવા માટે આપ્યો અદ્ભુત મંત્ર, જાણો સમગ્ર મામલો

IIT Mandiના દિગ્દર્શકે ભૂતોને ભગાડવા માટે આપ્યો અદ્ભુત મંત્ર, જાણો સમગ્ર મામલો

IIT Professor controversy statement: લક્ષ્મીધર બેહરા (professor Laxmidhar Behera)નો એક વીડિયો વાયરલ (viral vedio) થઈ રહ્યો છે જેમાં તે એમ કહેતો સંભળાય છે કે તેમણે ભગવદ્ ગીતાના મંત્રથી તેમના એક મિત્રના માતાપિતાનો ઈલાજ કર્યો હતો.

IIT Professor controversy statement: લક્ષ્મીધર બેહરા (professor Laxmidhar Behera)નો એક વીડિયો વાયરલ (viral vedio) થઈ રહ્યો છે જેમાં તે એમ કહેતો સંભળાય છે કે તેમણે ભગવદ્ ગીતાના મંત્રથી તેમના એક મિત્રના માતાપિતાનો ઈલાજ કર્યો હતો.

  નવી દિલ્હી. આઇઆઈટી (IIT Mandi)ની દેશમાં વિજ્ઞાન (science) અને તકનીકીના સૌથી મોટા પ્રતીક તરીકે એક અલગ ઓળખ છે. પણ પ્રો. લક્ષ્મીધર બેહેરાએ હાસ્યાસ્પદ નિવેદન આપી વિજ્ઞાનની મજાક ઉડાવી છે. પ્રો. લક્ષ્મીધર બેહરા (professor Laxmidhar Behera)નો એક જૂનો વીડિયો વાયરલ (viral video) થઈ રહ્યો છે જેમાં તે એમ કહેતો સંભળાય છે કે તેમણે ભગવદ્ ગીતા (bhagvat geeta)ના મંત્રથી તેના એક મિત્રના માતાપિતાનો ઈલાજ કર્યો હતો.

  બેહેરાનો દાવો છે કે તેમના એક મિત્રના માતાપિતાને દુષ્ટ આત્માએ ગ્રસિત કરી લીઘી હતી. જેના કારણે તેઓ ખૂબ બીમાર હતા. ત્યારબાદ તેમણે મંત્રોચ્ચારોથી આ રોગની સારવાર કરી હતી. બેહેરાના નિવેદન પર વિવાદ થયો છે.

  રોબોટિક્સ એન્જિનિયરિંગના પ્રોફેસર છે બહેરા
  આઇઆઇટી કાનપુરની વેબસાઇટ અનુસાર, બહેરા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર છે. તેમણે 1990માં રાઉરકેલાથી એમએસસી એન્જિનિયરિંગ અને 1996માં આઈઆઈટી દિલ્હીથી પીએચડી કર્યું હતું. તેમણે રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં નિપુણતા મેળવી છે.

  આ પણ વાંચો: 74th Army Day: PM Modiએ પાઠવી શુભેચ્છા, યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા સેના પ્રમુખ

  રસપ્રદ વાત એ છે કે પ્રો. લક્ષ્મીધર બહેરા તેમની પરોપકારી પ્રવૃત્તિઓ માટે પણ જાણીતા છે. 2020માં, કોવિડ લોકડાઉનને કારણે, તેમણે કેમ્પસમાં એક કોમ્યુનિટી કિચન ચલાવ્યું હતું જેમાં દરરોજ 800 ગરીબ બાળકોને ખવડાવવામાં આવતા હતાં. 15 એપ્રિલ, 2020ના રોજ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ તેની પ્રશંસા કરી હતી. પાંચ મિનિટની વિડિયો ક્લિપમાં બહેરા એ કહેતા સંભળાય છે કે કેવી રીતે તેમણે 1993માં એક મિત્રના પરિવારને ભૂતથી બચાવ્યો હતો.

  આ પણ વાંચો: World’s most powerful rocket: નાસા કરી રહ્યું છે સૌથી શક્તિશાળી રોકેટને ચંદ્ર પર મોકલવાની તૈયારી, ફેબ્રુઆરીમાં ઉડાન ભરશે

  આધુનિક વિજ્ઞાન ઘણી ઘટનાઓ સમજાવી શકતું નથી
  આ વીડિયોમાં તે કહે છે કે, ચેન્નાઈમાં મારા પરિવારના એક મિત્ર ભૂતથી ખરાબ રીતે પ્રભાવિત થયા હતાં. તે પછી મેં ત્યાં જવાનું નક્કી કર્યું અને ભગવદ્ ગીતાનું પઠન કર્યું. સાથે જ હરે રામ હરે કૃષ્ણ મંત્રના જપ કર્યા. 10થી 15 મિનિટમાં જ મેં આ મંત્રના જાપનો ચમત્કાર જોયો. મારા મિત્રના પિતા, જે ખૂબ જ ટૂંકા લંબાઈના હતા અને માંડ માંડ હલતા હતા, અચાનક ઊભા થયા અને એવી રીતે નૃત્ય કર્યું કે તેમનું માથું લગભગ છત પર પહોંચી ગયું.

  આ પણ વાંચો: Corona Virus: નવી આફત! ઝડપથી ફેલાઇ રહ્યો છે Omicronનો નવો સ્ટ્રેન BA.2, જાણો કેટલો જોખમી

  તેના પિતા દુષ્ટ આત્માથી સંપૂર્ણપણે પીડાતા હતા. બહેરા એમ પણ કહે છે કે આ ઘટના બાદ મિત્રની માતા અને પત્ની પણ ભૂતની અડફેટે આવી ગયા હતા. એમાંથી છૂટકારો મેળવવા માટે અમારે 45થી એક કલાક સુધી મંત્રનો જોરશોરથી પાઠ કરવો પડ્યો. વિડિઓ વિષે પ્રો. બેહરાએ કહ્યું કે મેં જે કર્યું તે મેં વર્ણવ્યું. તેમણે કહ્યું કે તે સાચું છે કે ભૂત અસ્તિત્વમાં છે. તેમણે કહ્યું કે આધુનિક વિજ્ઞાન ઘણી ઘટનાઓ સમજાવી શકતું નથી. ડો.લક્ષ્મીધર બહેરા થોડા દિવસો પહેલા આઈઆઈટીના કાયમી નિયામક બન્યા હતા.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: Ghost, Science, Viral videos, દેશ વિદેશ

  આગામી સમાચાર