IIT સ્ટુડન્ટે કરી આત્મહત્યા, દોસ્તને લખ્યું: સમજી-વિચારીને ખતમ કરી રહ્યો છું જિંદગી

તસવીર અનિરુદ્ધના ફેસબુક પેજથી સાભાર

અનિરુદ્ધે દોસ્તને ઈમેલ મોકલી લખ્યું કે, જિંદગીમાં હવે કોઈ રોમાંચ નથી રહ્યો અને મુશ્કેલીઓ વધુ વિકટ થતી રહી છે

  • Share this:
    આઈઆઈટી હૈદરાબાદના અંતિમ વર્ષના સ્ટુડન્ટ અનિરુદ્ધે કથિત રીતે સાત સાત માળની હોસ્ટલની છતથી છલાંગ મારી આત્મહત્યા કરી લીધી. પોલીસે આ જાણકાીર આપતા કહ્યું કે શરૂઆતમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે 22 વર્ષીય અનિરુદ્ધ મોબાઇલ પર વાત કરતાં છતથી નીચે પડી ગયો છે. જોકે, હવે તપાસમાં જાણવા મળ્યું છે કે આ કોઈ દુર્ઘટના નથી, પરંતુ અનિરુદ્ધે આત્મહત્યા કરી છે.

    પોલીસે જણાવ્યું કે અનિરુદ્ધના માતા-પિતા આંધ્રપ્રદેશના ગુંટુરના રહેવાસી છે અને હાલ હૈદરાબાદના બોવનપલ્લીમાં રહેતા હતા. અનિરુદ્ધ રાત્રે 12.45 વાગ્યે છત પર પોતાના મિત્ર સાથે વાત કરવા ગયો હતો અને નીચે પડી ગયો. આ કારણે ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેનું તાત્કાલીક મોત થઈ ગયું.

    પોલીસે જણાવ્યું કે અનિરુદ્ધે પોતાના એક મિત્રને મોકલેલા ઈમેલમાં લખ્યું હતું કે ડિપ્રેશનના કારણે તે પોતાની જિંદગી ખતમ કરવા જઈ રહ્યો છે. અનિરુદ્ધે આ ઈમેલમાં લખ્યું હતું કે, ભવિષ્યને લઈને આશંકાઓના કારણે પૂરી રીતે સમજી વિચારીને મેં મારી જિંદગી ખતમ કરવાનો નિર્ણય લીધો છે. જિંદગીમાં હવે કોઈ રોમાંચ નથી રહ્યો અને રોજેરોજની મુશ્કેલીઓ દિવસો જતાં વધુ વિકટ થતી રહી છે.

    આ પણ વાંચો, બે પ્રેમીઓ જાહેરમાં ભેટતાં ફટકારાયાં ચાબુક, લોકો વચ્ચે આપવામાં આવી સજા

    પોલીસે આ ઉપરાંત જણાવ્યું કે, એવી પણ માહિતી સામે આવી છે કે અનિરુદ્ધે થોડા દિવસો પહેલા મનોવૈજ્ઞાનિક સાથે પણ સંપર્ક કર્યો હતો.

    અનિરુદ્ધ આઈઆઈટીથી મિકેનિકલ અને એરો સ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. બીજી તરફ, આઈઆઈટીએ આ ઘટનાને લઈ નિવેદન જાહેર કરી અનિરુદ્ધના પરિવાર અને પ્રિયજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે.
    Published by:Mrunal Bhojak
    First published: