Home /News /national-international /IIT દિલ્હીએ બનાવ્યું ‘શાકાહારી મીટ’, અસલી જેવો સ્વાદ અને પોષણ

IIT દિલ્હીએ બનાવ્યું ‘શાકાહારી મીટ’, અસલી જેવો સ્વાદ અને પોષણ

ફળ અને શાકભાજીમાંથી તૈયાર કરવામાં આવ્યું શાકાહારી મીટ, માંસાહાર ન કરનારાઓ માટે ઉત્તમ વિકલ્પ

ફળ અને શાકભાજીમાંથી તૈયાર કરવામાં આવ્યું શાકાહારી મીટ, માંસાહાર ન કરનારાઓ માટે ઉત્તમ વિકલ્પ

નવી દિલ્હીઃ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, દિલ્હી (IIT Delhi)ના એક રિસર્ચરે શાકાહારી મીટ (Vegetarian Meat) બનાવવામાં સફળતા મેળવી છે. પ્લાન્ટ આધારિત આ શાકાહારી મીટ સ્વાદ અને પોષણના મામલામાં અસલી મીટ જેવું જ છે. આ પહેલા રિસર્ચર્સની આ ટીમે શાકાહારી ઈંડું (Vegetarian Egg) પણ તૈયાર કર્યું હતું. આ રિસર્ચને યૂનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) તરફથી પુરસ્કૃત કરવામાં આવ્યું છે.

આઇઆઇટી દિલ્હી (IIT Delhi)ના સેન્ટર ફોર રૂરલ ડેવલપમેન્ટ એન્ડ ટેક્નોલોજી (Centre for Rural Development and Technology)ના પ્રો. કાવ્યા દશોરા (Kavya Dashora)એ પ્લાન્ટ આધારિત શાકાહારી મીટ તૈયાર કરવામાં સફળતા મેળવી છે. તેઓએ પ્લાન્ટ આધારિત ચિકન પેટીઝ, ફિશ તથા મૉક આમલેટ તૈયાર કરી છે.

સેન્ટર ફોર રૂરલ ડેવલપમેન્ટ એન્ડ ટેક્નોલોજીના પ્રો. કાવ્યા દશોરાએ લાઇવ હિન્દુસ્તાનને જણાવ્યું કે, તેઓએ શાકાહારી મીટનો ટ્રાયલ બંગાળ તથા પૂર્વાંચલના લોકોની વચ્ચે કર્યો હતો. જેમાં રોજ તેમને ભોજનનો હિસ્સો આ મીટને બનાવવામાં આવ્યું હતું. જેઓ અસલી માછલી તથા પ્લાન્ટ આધારિત માછલીમાં અંતર ન કરી શક્યા. માછલી ખાનારા લોકોને જ્યારે જણાવવામાં આવ્યું કે કે તેઓએ અસલી નહીં મૉક ફીશ ખાધી છે તો તેમને એ વાત પર વિશ્વાસ જ ન થયો.

આ પણ જુઓ,, નશામાં ધૂત પોલીસકર્મીએ મહિલા સાથે કરી છેડતી, વાયરસ થયો Video

માંસાહાર ન કરનારાઓ માટે ઉત્તમ વિકલ્પ

પ્રો. કાવ્યા દશોરાએ જણાવ્યું કે, મોટાભાગના લોકો સ્વાસ્થ્યથી જોડાયેલી સમસ્યાઓને જોતાં પશુઓનું માંસ ખાવાનું છોડવા માંગે છે, પરંતુ તેમની પાસે કોઈ વિકલ્પ નથી. એવામાં તેમના માટે આ શાકાહારી મીટ ઉત્તમ વિકલ્પ છે.

આ પણ વાંચો, USના રાષ્ટ્રપ્રમુખે PM મોદીને અમેરિકાના સર્વોચ્ચ સન્માન- લીજન ઓફ મેરિટથી કર્યા સન્માનિત

ફળ અને શાકભાજીમાંથી કર્યું તૈયાર

પ્રો. કાવ્યા દશોરાએ જણાવ્યું કે, આ શાકાહારી મીટ તેઓએ ફળ તથા શાકભાજીથી તૈયાર કર્યું છે. જેમાં ફળ અને શાકભાજીમાં પહેલા પ્રોટીન શોધવામાં આવ્યા. ત્યારબાદ ફ્લેવર પર કામ કર્યું. આ મીટને ભારતીયોના મસાલાની તડકાની પસંદને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.
First published:

Tags: Meat, Vegetarian