IITના પૂર્વ વિદ્યાર્થીએ USમાં સારી જોબ છોડીને ભારતમાં ડેરી શરૂ કરી, કરે છે વાર્ષિક 44 કરોડની કમાણી

IITના પૂર્વ વિદ્યાર્થીએ USમાં સારી જોબ છોડીને ભારતમાં ડેરી શરૂ કરી, કરે છે વાર્ષિક 44 કરોડની કમાણી
IITના પૂર્વ વિદ્યાર્થીએ USમાં સારી જોબ છોડીને ભારતમાં ડેરી શરૂ કરી, કરે છે વાર્ષિક 44 કરોડની કમાણી (Image credit: Twitter/Reuters)

કેટલાક લોકો તેમની પસંદગીનું કાર્ય કરવા માટે જાહોજલાલી ભર્યું જીવન અને કરોડોના રૂપિયા રળીને આપતી નોકરી પણ છોડી દે છે

  • Share this:
ઘણા ભારતીય લોકો તેમની પંસદગીનું કાર્ય નથી કરતા. તો કેટલાક લોકો તેમની પસંદગીનું કાર્ય કરવા માટે જાહોજલાલી ભર્યું જીવન અને કરોડોના રૂપિયા રળીને આપતી નોકરી પણ છોડી દે છે. કર્ણાટકના પૂર્વ એન્જિનિયર કિશોર ઈન્દુકુરી સાથે પણ કંઈક આવું જ થયું છે, તેમણે અમેરિકાની મોટી કંપનીની સારી જોબ છોડી દીધી છે. હવે તેમણે ભારતમાં ડેરી ફાર્મનો બિઝનેસ શરૂ કર્યો છે અને કરોડોની કમાણી કરી રહ્યા છે.

ઈન્દુકુરી મૂળ કર્ણાટકના છે અને તેમણે IIT ખડગપુરથી એન્જિનિયરીંગ કર્યું છે. અમેરિકામાં મેસેચુસેટ્સ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ડિગ્રી અને PhDની ડિગ્રી મેળવી. ડિગ્રી મેળવ્યા બાદ ઈન્દુકુરીએ અમેરિકન ટેક જાયન્ટ ઈન્ટેલ સાથે કામ કર્યું, પરંતુ તેઓ તેમની જોબથી ખુશ નહોતા તેથી તેમણે ભારત પરત આવવાનો નિર્ણય કર્યો હતો.



ઈન્ટેલ સાથે 6 વર્ષ કામ કર્યા બાદ ઈન્દુકુરીએ જોબ છોડી દીધી અને કર્ણાટક પરત આવ્યા. હૈદરાબાદ આવ્યા બાદ ઈન્દુકુરીએ જોયુ કે ચોખ્ખા અને સુરક્ષિત દૂધ માટે શહેરમાં માત્ર સીમિત વિકલ્પો ઉપલબ્ધ હતા. તેમણે 2012માં 20 ગાયો સાથે ડેરીની શરૂઆત કરી. તેમણે જાતે ગાયોને દોહવાની અને ગ્રાહકોના ઘર સુધી દૂધ પહોંચાડવાનું શરૂ કર્યું. તેમણે અને તેમના પરિવારે લાંબા સમય સુધી દૂધને સાચવવાના હેતુસર ડેરીમાં ફ્રીજ લગાવા માટે રોકાણ કર્યું.

આ પણ વાંચો - જૂના ફોનમાંથી નવા ફોનમાં Contacts સરળતાથી ટ્રાન્સફર કરો, અહીં જાણો આખી રીત

ઈન્દુકુરીના પુત્ર સિદ્ધાર્થના નામ પરથી ડેરીનું Sid’s Farm નામ રાખવામાં આવ્યું. 2018 સુધીમાં આ ડેરી હૈદરાબાદ અને તેના આસપાસના વિસ્તારોમાં 6,000 ગ્રાહકોને દૂધ પહોંચાડવા લાગી. આ ડેરીમાં 120 કર્મચારીઓ કામ કરે છે અને તેનું વાર્ષિક ટર્નઓવર રૂ. 40 કરોડ સુધીનું છે. ડેરી હવે દૈનિક 10,000 ગ્રાહકોને દૂધ પહોંચાડે છે.

ઈન્દુકુરીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે શરૂઆતના દિવસોમાં તેમણે અને તેમના પરિવારે ખૂબ જ મહેનત કરી છે. ગ્રાહકોને તાજુ દૂધ પહોંચાડવા માટે તેઓ પોતે ખેતરમાં કામ કરતા હતા. ઈન્દુકુરીએ ડેરીની સ્થાપના કરવા માટે તેમની બચતનો ઉપયોગ કર્યો હતો અને પરિવાર પાસેથી પણ મદદ માંગી હતી. ઈન્દુકુરીએ ડેરીમાં પહેલા રૂ. 1 કરોડ અને ત્યાર બાદ રૂ. 2 કરોડનું રોકાણ કરીને બિઝનેસ ઊભો કર્યો. 2018માં બિઝનેસને વધુ વિસ્તારિત કરવા માટે વર્ષ 2018માં રૂ. 1.3 કરોડની લોન પણ મળી હતી.

ગાય અને ભેંસના દૂધ સાથે Sid’s Farm દૂધમાંથી અન્ય પ્રોડક્ટનું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરે છે. ગાયના દૂધનું બટર, સ્કીમ મિલ્ક, ગાયના દૂધનું ઘી, ભેંસના દૂધનું ઘી અને બટર, દહી, ઑર્ગનિક પનીર જેવી વેરાયટીનું વેચાણ કરવામાં આવે છે. આ દરેક પ્રોડક્ટની ગુણવત્તા નક્કી કરવા માટે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.

કોરોનાને કારણે દૂધના બિઝનેસને પણ અસર પહોંચી છે, તે સમયે પણ ઈન્દુકુરીએ દૂધનું ઉત્પાદન શરૂ જ રાખ્યું. હવે Sid’s Farm તેના બિઝનેસને હૈદરાબાદની સાથે તેની આસપાસના વિસ્તાર અને બેંગ્લોર જેવા શહેરોમાં બિઝનેસ વિસ્તારિત કરવા માંગે છે.
Published by:News18 Gujarati
First published:May 18, 2021, 15:16 pm

ટૉપ ન્યૂઝ