Home /News /national-international /

NIRD રેન્કિંગ 2018 : ગુજરાતી શૈક્ષણિક સંસ્થાઓ નાપાસ, IIM અમદાવાદ શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થા

NIRD રેન્કિંગ 2018 : ગુજરાતી શૈક્ષણિક સંસ્થાઓ નાપાસ, IIM અમદાવાદ શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થા

    ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે ઈન્ડિયા રેન્કિંગ 2018ની જાહેરાત માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે મંગળવારે કરી હતી. આ વખતે પ્રથમ વખત મેડિકલ અને ડેન્ટલ સંસ્થાઓની પણ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. પ્રકાશ જાવડેકરે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRD) હેઠળ સંસ્થાઓની રેન્કિંગ જાહેર કરી હતી. જેમાં ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓએ ભોપાળું કાઢ્યું હતું.

    પ્રકાશ જાવડેકર દ્વારા જાહેર કરેલી રેન્કિંગમાં ગુજરાતની બધી જ શૈક્ષણિક સંસ્થાઓ પાણીમાં બેસી ગઈ હતી. એકમાત્ર IIMAએ ગુજરાતની થોડી ગણી ઈજ્જત રાખી હતી. ટોપની વાત તો છોડો ગુજરાતની એકપણ સંસ્થાએ ટોપ-10માં પણ સ્થાન મેળવ્યું નહતું. આ બાબતે ગુજરાતની બધી જ શૈક્ષણિક સંસ્થાઓને પાસ કલાસ મળ્યો હતો.

    બેંગ્લોરની ભારતીય વિજ્ઞાન સંસ્થાને (IISC)ને HRD મિનિસ્ટ્રીને પોતાની વાર્ષિક નેશનલ રેન્કિંગમાં ઓવરઓલ બેસ્ટ યૂનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે. દેશભરની શિક્ષણ સંસ્થાઓની વર્ષ 2018ની રેન્કિંગમાં દિલ્હીની મિરાંડ હાઉસને બેસ્ટ કોલેજનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

    મંગળવારે પ્રકાશ જાવડેકરે એક કાર્યક્રમમાં રેન્કિંગની જાહેરાત કરતાં કહ્યું કે, આઈઆઈટી મદ્રાસ દેશની બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજ અને અમદાવાદ સ્થિત આઈઆઈએમ બેસ્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ તરીકે પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રીય સંસ્થાકીય રેન્કિંગ માળખા અનુસાર (NIRF) દિલ્હી યૂનિવર્સિટીની મિરાંડ હાઉસને બેસ્ટ કોલેજ, એમ્સને હેલ્થ કેરમાં બેસ્ટ સંસ્થાન અને બેંગ્લોર સ્થિત નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યૂનિવર્સિટીને દેશની બેસ્ટ લો કોલેજ તરીકે પંસદ કરવામાં આવી છે.

    યૂનિવર્સિટી કેટેગરીમાં આઈઆઈએસસીએ પાછલી વર્ષની જેમ આ વર્ષે પણ બાજી મારી હતી. ઉદ્યોગપતિ જમશેદજી તાતા, મૈસૂર મહારાજા અને ભારત સરકારની ભાગીદારીથી 1909માં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. ટોપ-10માં કોઈ વધારે ફેરફાર થયા નથી. દિલ્હીની જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી (JNU) પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ છઠ્ઠા ક્રમે રહી છે, જ્યારે બનારસ હિન્દૂ યૂનિવર્સિટી (BHU)ને એક નંબરનો ફાયદો થયો છે અને તે 9માં નંબરે આવી ગઈ છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Ahmedabad IIM Best Management Institute, NIRF, આઇઆઇએમ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन