Home /News /national-international /IIP Data:આર્થિક બાબતે સારા સમાચાર, સપ્ટેમ્બરમાં 3.1% વધ્યું ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન

IIP Data:આર્થિક બાબતે સારા સમાચાર, સપ્ટેમ્બરમાં 3.1% વધ્યું ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન

ઓગસ્ટમાં આઈઆઈપી ગ્રોથ એક વર્ષ પહેલાની સરખામણીએ -0.8% હતો.

અર્થવ્યવસ્થાના મામલામાં સરકારને રાહત આપનારા સમાચાર આવ્યા છે. દેશનું ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન સપ્ટેમ્બર, 2022માં 3.1 ટકા વધ્યું છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન એન્ડ પ્રોગ્રામ ઈમ્પલિમેન્ટેશનશુક્રવારે ઈન્ડસ્ટ્રીય પ્રોડક્શનના આંકડા બહાર પાડ્યા છે. ઓગસ્ટમાં ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઈન્ડેક્સ એટલે કે આઈઆઈપી(IIP) ગ્રોથ એક વર્ષ પહેલાની સરખામણીએ 0.8 ટકા હતો. જ્યારે જુલાઈમાં આઈઆઈપી ગ્રોથ 2.2 ટકા રહ્યો હતો. આઈઆઈપી એક ઈન્ડેક્સ છે, જેનાથી ઈકોનોમિના અલગ-અલગ સેક્ટરના વિકાસનો ખ્યાલ આવે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ અર્થવ્યવસ્થાના મામલામાં સરકારને રાહત આપનારા સમાચાર આવ્યા છે. દેશનું ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન સપ્ટેમ્બર, 2022માં 3.1 ટકા વધ્યું છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન એન્ડ પ્રોગ્રામ ઈમ્પલિમેન્ટેશનશુક્રવારે ઈન્ડસ્ટ્રીય પ્રોડક્શનના આંકડા બહાર પાડ્યા છે. ઓગસ્ટમાં ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઈન્ડેક્સ એટલે કે આઈઆઈપી(IIP) ગ્રોથ એક વર્ષ પહેલાની સરખામણીએ 0.8 ટકા હતો. જ્યારે જુલાઈમાં આઈઆઈપી ગ્રોથ 2.2 ટકા રહ્યો હતો. આઈઆઈપી એક ઈન્ડેક્સ છે, જેનાથી ઈકોનોમિના અલગ-અલગ સેક્ટરના વિકાસનો ખ્યાલ આવે છે.

    સપ્ટેમ્બર મહિનામાં સૌથી મોટો ઉછાળો માઈનિંગ, મેન્યુફેક્ચરિંગ અને ઈલેક્ટ્રિસિટી સેક્ટરમાં જોવા મળ્યો હતો. વીજળી ક્ષેત્રની વૃદ્ધિ 11.6% હતી. ઓગસ્ટ 2022માં વીજળી ક્ષેત્રની વૃદ્ધિ 1.4 ટકા હતી. ખાણ ઉત્પાદનમાં પણ 4.6%નો ઉછાળો આવ્યો છે. ઓગસ્ટમાં માઇનિંગ ગ્રોથ 3.9 ટકા હતો. જોકે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઉત્પાદન અપેક્ષા મુજબ વધ્યું નથી. સપ્ટેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ 1.8% વધ્યું. ઓગસ્ટમાં તેની વૃદ્ધિ માત્ર અડધા ટકા હતી.

    શું છે IIP ઈન્ડેક્સ?

    ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઈન્ડેક્સ એક ઈન્ડેક્સ છે, જે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોનો વિકાસ દર્શાવે છે. તેમાં વીજળી, સ્ટીલ, રિફાઇનરી ઉત્પાદનો, ક્રૂડ ઓઇલ, કોલસો, સિમેન્ટ, કુદરતી ગેસ અને ખાતર જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Economy, Indian economy, Production

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन