Home /News /national-international /

સેનાએ પાકિસ્તાનની પોલ ખોલી, F-16થી દાગવામાં આવેલી મિસાઇલના ટૂકડા બતાવ્યા

સેનાએ પાકિસ્તાનની પોલ ખોલી, F-16થી દાગવામાં આવેલી મિસાઇલના ટૂકડા બતાવ્યા

  ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ અંગે દેશના ત્રણેય પાંખના વડા પત્રકાર પરિષદ યોજી હતી. આ પરિષદમાં છેલ્લા બે દિવસથી પાકિસ્તાન દ્વારા અવાર નવાર ખોટા નિવેદનો આપવામાં આવતા હોવાનું જણાવવામાં આવ્યા. સાથે જ જણાવવામાં આવ્યું કે પાકિસ્તાનના વિમાન ભારતીય સરહદોમાં પ્રવેશ્યા હતા, જેઓને તોડી પાડવામાં આવ્યા છે. ત્યારબાદ ત્રણેય સેના દ્વારા પોતપોતાના સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા હતા.

  ત્રણેય પાંખ દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં સૌપ્રથમ એરફોર્સના વડાએ વાત કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે પાકિસ્તાને સરહદ નિયમોનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાનના અનેક જંગી જહાજ ભારતીય સીમામાં આવ્યા હતા, જેઓને ભારતીય વિમાનોએ તોડી પાડ્યા હતા. વધુમાં જણાવવામાં આવ્યું કે આપણેા મિગ 21એ પાકિસ્તાનના એફ 11ને તોડી પાડ્યું હતું.

  એરવાઇસ માર્શલ આરકેજી કપૂરે કહ્યું કે અમારી પાસે એ દેખાડવા માટે પર્યાપ્ત પૂરાવા છે કે F-16નો ઉપયોગ આ મિશનમાં કરવામાં આવ્યો. AMRAAM મિસાઇલ લઇને ઉડનારા પાકિસ્તાન પાસે માત્ર એક જ જેટ F-16 છે, જેના ટુકડા રાજૌરીમાં મળ્યા છે. દરેક વિમાનના એક ઇલેક્ટ્રોનિક સિગ્નેચર હોય છે જેનાથી અમે રીડ કરીને જાણી શકીએ છીએ કે આ ક્યું વિમાન હતું.

  સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું કે 27 ફેબ્રુઆરીએ સવારે દશ વાગ્યે રડારે હેવી એરક્રાફ્ટ નંબર નોટિસ કર્યા, મિગ 21, સુખોઇ અને મિરાજને આ વિમાનોને ટ્રેસ કરવા માટે મોકલ્યા, એરિયલ કોમબેટ મિગે એફ-16ને તોડી પાડ્યું. એક મિગ ક્રેશ થયું અને પાયલટ પીઓકેમાં પડ્યા. પાકિસ્તાન તરફથી અનેક ખોટા તથ્યો રજૂ કરવામાં આવ્યા. પાકિસ્તાનના નિશાનમાં મિલિટરી ઇસ્ટેબલિશમેન્ટ હતા પરંતુ કોઇ નુકશાન ન પહોંચ્યું. એર ટૂ એર મિસાઇલના ટૂકડા રાજૌરી પાસે મળ્યા. વાયુ સેના ખુશ છે કે વિંગ કમાન્ડર પરત આવી રહ્યાં છે.

  પાકિસ્તાને ભારતના સૈન્ય ઠેકાણાને નિશાન બનાવવા માટે F-16થી AARAM મિસાઇલ દાગી હતી, આ મિસાઇલની ખાસિયત છે કે તેને માત્ર F-16 વિમાનથી જ દાગી શકાય છે, મિસાઇલના ટુકડાએ પાકિસ્તાનના આ દાવાને ખોટું સાબિત કર્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેમણે ભારતને નિશાન બનાવવા માટે F-16નો ઉપયોગ નથી કર્યો.

  સેનાએ કહ્યું કે પાકિસ્તાનનું કહેવું છે કે તેઓએ જાણી જોઇને એવા વિસ્તારોને નિશાન બનાવ્યા જે ખાલી હતા, પરંતુ અમે જાણીએ છીએ કે તેઓ અમારા સૈન્ય ઠેકાણાને નિશાન બનાવી રહ્યાં હતા. સેનાની જવાબી કાર્યવાહીને કારણે તેઓ સફળ થયા નથી.  મેજર જનરલ સુરેન્દ્ર સિંહે કહ્યું કે આતંકીઓ વિરુદ્ધ એરસ્ટ્રાઇકનો જવાબ આપવા માટે પાક સેનાએ પહેલા સુંદરબની, બિંબર, સવેરા અને કૃષ્ણા ઘાટીમાં વગર કોઇ કારણે ક્રોસ બોર્ડર ફાયરિંગનો સહારો લીધો, ત્યારબાદ ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી.

  તો એર વાઇસ માર્શલ આરજીકે કપૂરે કહ્યું કે ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનને ઘૂસણખોરી કરનારા પાકિસ્તાની વિમાનોને રોકવાનું કામ સોંપવામાં આવ્યું અને જેઓ આ કામ કરવામાં સફળ પણ રહ્યાં છે. પાકિસ્તાની વિમાનોએ બોમ્બ ફેંક્યા જે આર્મીના કમ્પાઉન્ડની આસપાસ પડ્યા હતા.

  નૌસેના દ્વારા પત્રકાર પરિષદમાં નેવીના રિયર એડમિરલ દલબીર સિંહ ગુજરાલે કહ્યું કે ભારતીય નેવી હાઇ એલર્ટ પર છે, અમે દરેક પ્રકારના મિસએડવેન્ચરને નિષ્ફળ કરીશું. ભારતીય નૌસેના સંપૂર્ણ રીતે તૈયાર છે.પાકિસ્તાન જો દરિયાઇ સરદહમાં કોઇપણ પ્રકારની ભૂલ કરશે તો હું તમને ભરોસો અપાવું છું કે તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. અમે દેશ અને જનતાની સુરક્ષાનો વિશ્વાસ અપાવીએ છીએ. અમે બધા એક સાથે મળીને રક્ષા માટે તૈયાર છીએ.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Indian Air Force, પાકિસ્તાન

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन