હૈદરાબાદ: આજકાલ વિદ્યાર્થીઓની આત્મહત્યાના (Student Suicide) કિસ્સાઓ ચોંકાવનારી રીતે વધી રહ્યા છે. નિષ્ફળતા અથવા અન્ય કોઇપણ કારણસર વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવી રહ્યા છે. આવી જ એક ઘટના ગ્વાલિયરમાં સામે આવી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ (IIITM) ગ્વાલિયરના 23 વર્ષીય વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી છે. આ વિદ્યાર્થીએ બિલ્ડિંગના ત્રીજા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું છે.
આ વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં પહેલા પોતાના યુટ્યુબ પેજ (SELFLO) પર એક સુસાઇડ નોટ (suicide note) મૂકી હતી. આ સુસાઇડ નોટમાં તેણે જીવન ટૂંકાવવાનું કારણ જણાવતા કહ્યુ કે, કે તે હતાશ છે અને તેણે પોતાના માતા-પિતા પર પણ આરોપ મૂક્યો છે. તેણે નોટમાં જણાવ્યું કે, તેના માતા-પિતા માર્ગદર્શન આપવામાં નિષ્ફળ રહ્યા હતા. હાલ વિદ્યાર્થીનો મૃતદેહ ઓસ્માનિયા જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે, જ્યાં તેની ઓટોપ્સી હાથ ધરાશે.
મળતી માહિતી અનુસાર, મોતની છલાંગ લગાવનાર વિદ્યાર્થીનું નામ સી ધીના છે. જે IIITM ગ્વાલિયરમાંથી કોર્સ કરી રહ્યો હતો. તે આદર્શ હાઇટ્સ, બીજી રેડ્ડી સૈદાબાદનો રહેવાસી હતો. ગુરુવારે સવારે ધીના બિસ્ડિંગના ધાબે ગયો હતો અને બિલ્ડિંગ પરથી મોતની છલાંગ લગાવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર