IGNOUમાં કાયમી નોકરી મેળવવાની ઉત્તમ તક, 11 જૂન પહેલા કરો અરજી

News18 Gujarati
Updated: May 20, 2020, 10:35 AM IST
IGNOUમાં કાયમી નોકરી મેળવવાની ઉત્તમ તક, 11 જૂન પહેલા કરો અરજી
રજિસ્ટ્રારથી લઇને PRO સુધીના પદો માટે IGNOUની ભરતી પ્રક્રિયા, ઓનલાઇન કરો અરજી

રજિસ્ટ્રારથી લઇને PRO સુધીના પદો માટે IGNOUની ભરતી પ્રક્રિયા, ઓનલાઇન કરો અરજી

  • Share this:
IGNOU Recruitment 2020: ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (Indira Gandhi National Open University-IGNOU)એ અનેક પદોને ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. IGNOUએ નવી દિલ્હીના નિદેશક, રજિસ્ટ્રાર, ઉપ રજિસ્ટ્રાર, જનસંપર્ક અધિકારી (PRO)ના પદોને ભરવા માટે અરજીઓ મંગાવી છે. જે ઉમેદવારો આ પદો પર અરજી કરવા માંગે છે તેઓ ઓફિશિયલ વેબસાઇટ પર જઈને સૌ પહેલા નોટિફિકેશન ડાઉનલોડ કરી દો ત્યારબાદ જ અરજી કરો. નોંધનીય છે કે યુનિવર્સિટીએ અરજી કરવાની છેલ્લી તારીખ 11 જૂન 2020 સુધી લંબાવી દીધી છે.

પદોની વિગત


પદનું નામઃ સંખ્યા
રજિસ્ટ્રાર - 01
નિદેશક (કોમ્પ્યૂટર વિભાગ) – 01ઉપ રજિસ્ટ્રાર – 07
જનસંપર્ક અધિકારી - 01

મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ - 11 જૂન, 2020

શૈક્ષણિક યોગ્યતા

ઉમેદવારોની શૈક્ષણિક યોગ્યતા પદો અનુસાર અલગ-અલગ નિર્ધારિત કરવામાં આવી છે. વધુ જાણકારી માટે નોટિફિકેશન ડાઉનલોડ કરીને વાંચો.

આ પણ વાંચો, Airtelનો ધમાકેદાર પ્લાન, કોઈ વધારાનો ચાર્જ આપ્યા વગર મેળવો વધારાનો 6GB ડેટા

ઉંમર મર્યાદા

ઉમેદવારોની મહત્તમ ઉંમર 52, 55 તથા 57 વર્ષ IGNOUના નિયમ મુજબ નિર્ધારિત કરવામાં આવી છે.

અરજી કરવાની પ્રક્રિયા

ઉમેદવારોએ ઓફિશયલ વેબસાઇટ પર જવું પડશે અને નોટિફિકેશન ડાઉનલોડ કરવું પડશે. તેમાં આપવામાં આવેલા દિશા-નિર્દેશો અનુસાર અરજી પ્રક્રિયોને પૂરી કરવી પડશે. ધ્યાન રહે કોઈ પ્રકારની ત્રુટિ થતાં અરજી પત્ર સ્વીકાર નહીં કરવામાં આવે.

આ પણ વાંચો, ચીનના વૈજ્ઞાનિકનો દાવો, વેક્સિન વગર ખતમ થઈ શકશે કોરોના વાયરસની મહામારી
First published: May 20, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading