IGNOU Admissions 2020: IGNOU એડમિશન માટેની અંતિમ તારીખ લંબાવાઈ, 31 ઓગસ્ટ સુધીમાં કરો અરજી

IGNOUના વિવિધ કોર્સમાં જે લોકોએ હજુ સુધી અરજી નથી કરી તેઓ આ પગલાં અનુસરીને અરજી કરી શકે છે

IGNOUના વિવિધ કોર્સમાં જે લોકોએ હજુ સુધી અરજી નથી કરી તેઓ આ પગલાં અનુસરીને અરજી કરી શકે છે

  • Share this:
    નવી દિલ્હીઃ ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (Indira Gandhi National Open University, IGNOU)એ જુલાઈ 2020ના સત્ર માટે એડમિશન ફોર્મ સબમિશન અને રી-રજિસ્ટ્રેશનની તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવી દીધી છે. જે ઉમેદવારોએ હજુ સુધી અરજી નથી કરી તેઓ ignouadmissions.samarth.edu.in પર જઈને એડમિશન ફોર્મ ભરી શકો છો. રી-રજિસ્ટ્રેશન માટે ignou.smarth.edu.in પર જાઓ.

    કૉલેજોમાં પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ

    કોરોના વાયરસ મહામારીના કારણે આ વર્ષે તમામ કૉલેજોમાં પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થયો છે. આ ઉપરાંત, દેશભરમાં કૉલેજ પ્રવેશ પ્રક્રિયા પણ પ્રભાવિત થઇ છે. કારણ કે મોટાભાગની સંસ્થાનો માટે બોર્ડ પરીક્ષા અને ફાઇનલ યરના પરિણામમાં વિલંબ થયો.


    આ પણ વાંચો, મોટા સમાચારઃ સુપ્રીમ કોર્ટે NEET અને JEE Main 2020ને આપી મંજૂરી, કહ્યું- બધું રોકી ન શકાય

    પરિણામની રાહ જોઈ રહેલા સ્ટુડન્ટ્સ માટે

    સ્ટુડન્ટ્સની સરળતા માટે IGNOUના જે સ્ટુડન્ટ અરજી કરવા માટે પોતાના અંતિમ પરિણામોની પ્રતિક્ષા કરી રહ્યા છે તેમના માટે પણ રસ્તો કાઢ્યો છે. પરિણામ જાહેર થયા બાદ આ સ્ટુડન્ટ્સને બાદમાં પોતાની માર્કશીટ રજૂ કરવાની રહેશે. આ દરમિયાન અરજી પત્રની સાથે એક અન્ડરટેકિંગ પણ આપવું પડશે.

    જે લોકોએ હજુ સુધી અરજી નથી કરી તેઓ આ પગલાં અનુસરીને અરજી કરી શકે છે...
    -ignou.ac.in પર જાઓ.
    -admissions પર ક્લિક કરો.
    - રજિસ્ટ્રેશન કરો.
    ફોર્મ ભરો, પેમેન્ટ કરો.

    એકવાર એડમિશન ફોર્મ ઓનલાઇન જમા કરાવ્યા બાદ, સ્ટુડન્ટ એડમિશનની પ્રોસેસને ટ્રેસ કરી શકે છે. એડમિશન કન્ફર્મ થતાં સિસ્ટમની સાથે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઈડી પર મેસેજ મોકલવામાં આવશે.

    આ પણ વાંચો, Baramulla Encounter: બારામૂલા આતંકી હુમલાનો આર્મીએ દોઢ કલાકમાં જ લીધો બદલો, 3 આતંકી ઠાર

    સ્ટુડન્ટ્સને એક ફોર્મ માટે 200 રૂપિયા ફી ચૂકવવી પડશે. અનામત શ્રેણીના ઉમેદવારો કે એક વિષય માટે કોઈ ચાર્જ નથી. IGNOU અનુસાર બીજા પાઠ્યક્રમ કે અરજી બાદ ચાર્જની ચૂકવણી કરવાની રહેશે.
    Published by:Mrunal Bhojak
    First published: