Home /News /national-international /Ig Nobel Prizes 2021: શું દાઢી રાખવાથી હાડકાની રક્ષા થાય છે!

Ig Nobel Prizes 2021: શું દાઢી રાખવાથી હાડકાની રક્ષા થાય છે!

Ig Nobel Prizes 2021: શું દાઢી રાખવાથી હાડકાની રક્ષા થાય છે! (પ્રતિકાત્મક તસવીર)

ખૂબ જ અજીબ પ્રકારના સંશોધન માટે Ig Nobel Prizes આપવામાં આવે છે. 1991થી આ પુરસ્કાર આપવામાં આવે છે. આ પ્રકારના સંશોધનમાં એવી બાબતો સામેલ કરવામાં આવે છે, જેના પર લોકો પહેલા વિશ્વાસ કરતા નથી

વિજ્ઞાન (Science )માત્ર ગંભીર બાબતોની શોધ કરવા માટે નથી. ખૂબ જ અજીબ પ્રકારના સંશોધન માટે Ig Nobel Prizes આપવામાં આવે છે. 1991થી આ પુરસ્કાર આપવામાં આવે છે. આ પ્રકારના સંશોધનમાં એવી બાબતો સામેલ કરવામાં આવે છે, જેના પર લોકો પહેલા વિશ્વાસ કરતા નથી, ત્યારબાદ તે જ સંશોધન લોકોને વિચારવા પર મજબૂર કરી દે છે.

આ વર્ષે દવાની શોધ માટે જર્મનીના (Germany)ઓલ્કે સેમ બુલટ (Olcay Cem Bulut )અને તેમની ટીમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે સંશોધન કર્યું કે, ચરમસીમા સાથે સેક્સ માણવાથી તમને બંધ નાકની સમસ્યાથી રાહત મળી શકે છે. 18 કપલ પર આ રિસર્ચ કરવામાં આવ્યું છે. રિસર્ચ પરથી સામે આવ્યું છે, સેક્સ કર્યા બાદ 60 મિનિટ સુધી તેમની શ્વાસની સમસ્યામાં સુધારો આવ્યો છે.

સંશોધનના વિજેતા

યૂટા યુનિવર્સિટીના એથન બેસેરિસ, સ્ટીવન નેલવે અને ડેવિડ કેરિઅરે "peace"નો કેટેગેરી પુરસ્કાર જીત્યો છે. તેમણે રિસર્ચ કર્યું હતું કે, દાઢીથી ચહેરો સુંદર લાગે છે, સાથે સાથે ચહેરાની રક્ષા પણ કરે છે. તેમણે આ રિસર્ચ કરવા માટે માનવીય હાડકા અને માનવ ત્વચાની જગ્યાએ ઘેટાની ત્વચાનો ઉપયોગ કર્યો હતો. બેસરિસે જણાવ્યું કે, દાઢી રાખવાથી ચહેરાના હાડકાની રક્ષા થાય છે.

આ પણ વાંચો - સામાન્ય માણસને પડશે ફટકો! આગામી મહિને 10-11 ટકા વધી શકે છે CNG ની કિંમત

બેસેરીસે જણાવ્યું હતું કે, જો માનવ ચહેરા માટે આ હકીકત સાબિત થાય, તો ચહેરાના નબળા હાડકાને આખી દાઢી રાખીને ગંભીર હુમલાથી બચાવી શકાય છે. પશુચિકિત્સક રોબિન રેડફ્લિક પણ વિજેતા બન્યા છે. તેમને રિસર્ચ પરથી જાણવા મળ્યું છે, કે ‘ગેંડાને ઊંધા પગે એરલિફ્ટ કરવા તે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.’ તેમણે વધુમાં જણાવ્યું કે, ‘કોઈપણ બાબત વિશે આઉટ ઓફ ધ બોક્સ વિચારવું જોઈએ.’

બાયોલોજી પ્રાઈઝ વિનર સુસેન સ્કોત્ઝ રહ્યા છે. તેમણે ‘બિલાડીની કમ્યુનિકેશન લેંગ્વેજ’ પર સ્ટડી કર્યું છે. જેમાં બિલાડીની પુરિંગ, ચિર્પિંગ, ચિટરીંગ, ટ્રિલિંગ, મ્યાઉંઈંગ, મોનિંગ, સિક્વિંગ, હિસિંગ, યોલિંગ, હાઉલિંગ, ગ્રોલિંગ જેવી બાબતો સામેલ છે.

એટલું જ નહીં, ફૂટપાથ પર ચોંટી રહેલી ચ્યુઇંગમના બેક્ટેરિયા પર અભ્યાસ કરનારા અને સબમરીનમાં વંદાના નિયંત્રણ અંગે સંશોધન કરનારા વૈજ્ઞાનિકોને પણ આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. સામાન્ય રીતે આ પુરસ્કારનો સમારોહ હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં આયોજિત કરવામાં આવે છે. આ વર્ષે આ સમારોહનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતાઓને કાગળની ટ્રોફી મોકલવામાં આવી હતી અને $10 ટ્રિલિયનની નોટ આપવામાં આવી છે.

ઈમ્પ્રોબેબલ રિસર્ચ મેગેઝીનના એડિટર માર્ક અબ્રાહમે જણાવ્યું કે, ‘જો તમે આ વર્ષે આ સમારોહમાં ભાગ લીધો છે અને વિજેતા નથી થયા, તો તમારી પાસે આગામી વર્ષે આ પુરસ્કાર જીતવાની તક છે. બેટર ફોર નેક્સ્ટ યર’
Published by:Ashish Goyal
First published:

Tags: Ig Nobel Prizes, Nobel Prizes

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन