Home /News /national-international /કેવી રીતે ફ્રીજ વગર પણ દૂધને બગડતું અટકાવી શકાય? ફોરેસ્ટ ઓફિસરને પણ પડ્યો રસ

કેવી રીતે ફ્રીજ વગર પણ દૂધને બગડતું અટકાવી શકાય? ફોરેસ્ટ ઓફિસરને પણ પડ્યો રસ

કેવી રીતે ફ્રીજ વગર પણ દૂધને બગડતું અટકાવી શકાય

જો ફ્રિજ વગર દૂધને બગડતું અટકાવવું હોય તો આ ટેકનિક ખુબ જ સારી છે. ભારતીય વન સેવાના અધિકારી પરવીન કાસવાને એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે બતાવ્યું છે કે, કેવી રીતે ગામડાઓમાં ઘરે જ દૂધને સલામત રાખવામાં આવે છે, જેથી તે બગડે નહીં.

    નવી દિલ્હી: ફ્રિજ વગર કોઈપણ પ્રકારની ખાદ્ય ચીજો સંગ્રહિત કરવાનું વિચારી પણ ન શકાય, ખાસ કરીને જ્યારે દૂધ જેવા ઉત્પાદનોની વાત આવે, ત્યારે ખુબ મુશ્કેલ બની જતુ હોય છે. જો કે, ભારતમાં ઘણા ગ્રામીણ પરિવારો હજુ પણ અને વસ્તુઓના સંગ્રહ અને સંચાલન માટે બિન-ઇલેક્ટ્રીકલ સાધનોનો ઉપયોગ કરે છે.

    મંગળવારે, ભારતીય વન સેવાના અધિકારી પરવીન કાસવાને શેર કર્યું કે, કેવી રીતે ગામડાઓમાં ઘરે દૂધ રાખવામાં આવે છે, જેથી તે બગડે નહીં. કાસવાને પરંપરાગત ચૂલાની તસવીર શેર કરી અને કહ્યું કે, દરરોજ સવારે દૂધનું મોટું વાસણ, જેમાં સામાન્ય રીતે 20 થી 25 કિલોગ્રામ દુધ હોય છે, તેને આખો દિવસ ધીમી આંચ પર ઉકાળવામાં આવે છે. ધીમા તાપથી દૂધ જીવાણુનાશક થઈ જાય છે. આ પેશ્ચ્યુરાઇઝેશન દૂધમાંથી તમામ પેથોજેન્સને મારી નાખે છે અને તેને બગડવા દેતુ નથી.



    આ પણ વાંચો: ગજબ હો... યુટ્યુબ વીડિયો જોઈને શિખ્યું ફાયરિંગ, અને કરી નાખ્યો મોટો કાંડ

    અન્ય એક પોસ્ટમાં, કાસવાને એક તસવીર શેર કરી હતી, જેમાં નાના પાંજરાના આવરણ હેઠળ દૂધનું મોટું વાસણ રાખવામાં આવ્યું છે, જે વાંસનું બનેલું દેખાય છે. આ તસવીર શેર કરતાં કાસવાને કહ્યું કે, "ઘરની ટેકનિક સરળ છે. જો રાત્રે વીજળી હોય કે ન હોય, તો દૂધ બરાબર રહેવું જોઈએ. તેથી આ પાંજરામાં દૂધને મોટા વાસણમાં ખુલ્લામાં રાખવામાં આવે છે. આ ટેક્નોલોજી પણ લુપ્ત થઈ રહી છે. માતાએ હજુ પણ તેની સંભાળ લીધી છે."





    તેના પર ટિપ્પણી કરતા એક ટ્વિટર યુઝરે લખ્યું કે, 'ઓહ હા... મારા ઘરમાં ઉપયોગ થઈ રહ્યું છે. આવી કેટલીક વસ્તુઓ લુપ્ત થઈ રહી છે. આવનારા સમયમાં બાળકોને આ બાબતો ખબર પડશે કે નહીં તે ખબર નથી. હવે મારો પ્રયાસ છે કે, મારા બાળકો રજાનો એક આવશ્યક ભાગ તેમની નાની ઘરે વિતાવે અને અલબત્ત તેઓ 'ખેતર'માં જવાનું પસંદ કરે છે."
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Milk, Villages, Viral Post

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन