Home /News /national-international /IFS ઓફિસરે રેન્ટોરન્ટની પોલી ખોલી, VIDEO શેર કરીને કહ્યું- શું આને કૌભાંડ કહી શકીએ...

IFS ઓફિસરે રેન્ટોરન્ટની પોલી ખોલી, VIDEO શેર કરીને કહ્યું- શું આને કૌભાંડ કહી શકીએ...

ટ્વિટર પર IFS અધિકારી પ્રવીણ સ્વાને એક રેસ્ટોરન્ટમાં ડોલમાં સર્વ કરવામાં આવતી દાળનો વીડિયો શેર કરીને લોકોના અભિપ્રાય પૂછ્યા છે. (ફોટો-વીડિયો ગ્રેબ)

IFS અધિકારી પ્રવીણ કાસવાને એક રેસ્ટોરન્ટમાં ડોલમાં પીરસવામાં આવતી દાળનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે વ્યક્તિ બહારથી દાળની ડોલને ચમચીથી માપે છે અને પછી તે જ ચમચી ડોલની અંદર નાખે છે, તો આ શું છે....

    Social Media Viral Video: સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક ને કંઈક વાઈરલ થતું રહે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી સાથે કેટલીક વસ્તુઓ થાય છે પરંતુ તમે તેના પર ધ્યાન આપતા નથી પરંતુ જ્યારે કોઈ અન્ય તેને સોશિયલ મીડિયા પર શેર કરે છે, ત્યારે તમને લાગે છે કે અરે... અમારી સાથે પણ આવું બન્યું છે. જી હા, તમને કંઈક એવું જ કહેવા જઈ રહ્યા છીએ... અહીં ધ્યાન આપજો. શું તમે તમારા પરિવાર, મિત્રો અને પ્રિયજનો સાથે રેસ્ટોરન્ટમાં જમવા જાવ છો? રેસ્ટોરન્ટ્સ પોતાને અને તેમની વાનગીઓને અનોખી બનાવવા માટે તવા અથવા ડોલમાં ભોજન પીરસે છે, તમે પણ વિચારો કે કેવી અનોખી રીત છે... પરંતુ ધીરજ રાખો અને જાણવાનો પ્રયાસ કરો કે શું તમારી સાથે છેતરપિંડી થઈ રહી છે કે શું?



    એક IFS અધિકારીએ સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે જેમાં લોકોને પૂછવામાં આવ્યું છે કે, 'શું આપણે તેને કૌભાંડ કહી શકીએ!' રાહ જુઓ... ચાલો કહીએ. ખરેખરમાં IFS અધિકારી પ્રવીણ કાસવાને એક રેસ્ટોરન્ટમાં ડોલમાં પીરસવામાં આવતી દાળનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે વ્યક્તિ બહારથી દાળની ડોલને ચમચીથી માપે છે અને પછી તે જ ચમચી ડોલની અંદર નાખે છે, તો આ શું છે.... અડધી ચમચી પણ ડોલની અંદર નથી જતી. ખરેખરમાં ઊંડાઈ ડોલની લંબાઈ જેટલી ન હતી, એટલે કે ડોલને જોતા એવું લાગે કે દાળની માત્રા ઘણી છે, પરંતુ એવું નહોતું.



    IFS અધિકારીએ 1 જાન્યુઆરીએ ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો હતો. અત્યાર સુધીમાં આ વીડિયોને 8 લાખ 76 હજાર વ્યૂઝ અને 9.5 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે. યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ કરી છે. કોઈએ કહ્યું કે આ બિઝનેસની રીત છે તો કોઈ યુઝરે રેસ્ટોરન્ટના માલિકનું કૌભાંડ ગણાવ્યું હતું. અન્ય IPS અધિકારી મીરાજ ખાલિદ (@MeerajKhalid) એ કોમેન્ટ બોક્સમાં કહ્યું, 'આ માત્ર જોવા માત્રનું અંતર હોઇ શકે છે.' અન્ય IFS અધિકારીએ ટ્વીટ પર કોમેન્ટ કરી, 'મેનૂ કહેતા હૈ 'સાંબર/દાળની એક ડોલ' અને તેઓ અમને આપે છે'. તમે અહીં ઉપર આપેવી તસવીરમાં અન્ય લોકોની કોમેન્ટો પણ જોઈ શકો છો...
    Published by:rakesh parmar
    First published:

    Tags: IFS, Latest viral video, Social media trends, Viral videos

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन