નજીબની માતાએ કહ્યુ- 'જો તમે ચોકીદાર છો તો મારો દીકરો ક્યાં છે?'

News18 Gujarati
Updated: March 17, 2019, 3:44 PM IST
નજીબની માતાએ કહ્યુ- 'જો તમે ચોકીદાર છો તો મારો દીકરો ક્યાં છે?'
નજીબની માતા ફાતિમા નફીસ (ફાઇલ ફોટો)

ટ્વિટ કરીને ફાતિમાએ પૂછ્યું કે, કેમ દેશની 3 ટોપ એજન્સીઓ મારા દીકરાને શોધવામાં નિષ્ફળ રહી

  • Share this:
(નાસિર હુસૈન)

પીએમ નરેન્દ્ર મોદીના ટ્વિટર કેમ્પેન 'આપ સબ ચોકીદાર હૈ'ના જવાબમાં જેએનયૂથી ગુમ થયેલા સ્ટુડન્ટ નજીબ અહમદની માતા ફાતિમા નફીસે પણ એક ટ્વિટ કર્યું છે. ટ્વિટરના માધ્યમથી ફાતિમાએ પૂછ્યું કે જો તમે ચોકીદાર છો તો મારી દીકરો નજીક ક્યાં છે.

શનિવારે કરવામાં આવેલા પોતાના ટ્વિટમાં નજીબની માતાએ એમ પણ સવાલ ઉઠાવ્યો કે 'જો તમે ચોકીદાર છો તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના આરોપીની ધરપકડ કેમ નથી થઈ રહી. કેમ દેશની ત્રણ ટોપ એજન્સી મારા દીકરાને શોધવામાં નિષ્ફળ થઈ ગઈ છે.'


ન્યૂઝ18 સાથેની વાતચીતમાં નજીબના ભાઈ હસીબ અહમદે કહ્યું કે, સીબીઆઈ, દિલ્હી પોલીસ અને એસઆઈટી નજીકને શોધવામાં નિષ્ફળ રહી છે તો પછી આ કેવી રખેવાળી છે. મોબાઇલ અને લેપટોપની પણ તપાસ નથી થઈ શકી તો આ કેવી રખેવાળી છે.

આ પણ વાંચો, PM મોદી-અમિત શાહ સહિત BJP નેતાઓએ ટ્વિટર પર બદલ્યા નામ, બધા થયા 'ચોકીદાર'

આ પહેલા એરફોર્સના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદનની પાકિસ્તાનથી મુક્તિ થવા પર નજીબની માતએ એક ટ્વિટ કર્યું હતું કે, 'પાયલટ અભિનંદનને તો પાકિસ્તાને મુક્ત કરી દીધો, પરંતુ એબીવીપી મારા દીકરા નજીકને ક્યારે મુક્ત કરશે.'
First published: March 17, 2019, 3:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading