જો લાફો ખાનાર આતંકવાદી બનતા હોત તો કેજરીવાલ લાદેન હોત: કપિલ મિશ્રા

જો લાફો ખાનાર આતંકવાદી બનતા હોત તો કેજરીવાલ લાદેન હોત: કપિલ મિશ્રા
કપિલ મિશ્રાની ફાઇલ તસવીર

વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કેજરીવાલને હરિયાણા, અને દિલ્હીમાં ત્રણ અલગ અલગ રેલીમાં લાફા ફટકારવામાં આવ્યા હતા.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: આમ આદમી પાર્ટીના બળવાખોર ધારાસભ્ય કપિલ મિશ્રાએ કહ્યું કે જો લાફો ખાનાર આતંકવાીદી બનતા હોત તો દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અત્યાર સુધીમાં લાદેન બની ગયા હોત. 14મી ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આદિલ ડાર નામના જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીએ આત્મઘાતી હુમલો કર્યો હતો. ત્યારબાદ એવા અહેવાલો મળ્યા હતા કે પોલીસે એક વાર ડારને લાફો માર્યો હતો તેથી તેણે આતંકવાદનો રસ્તો અપનાવી લીધો હતો.

  મંગળવારે જે.એન.યૂમાં એ.બી.વી.પીના કાર્યક્રમમાં કપિલ મિશ્રાએ કેજરીવાલ પર નિશાન તાકતા જણાવ્યું હતું કે નક્સલ અને કોમ્યુનિસ્ટ આઈઆઈટી અને જે.એન.યૂમાંથી નીકળે છે. તેમણે કહ્યું, “ કેટલાક લોકોના મતે પુલવામાનો હમલાવર આદિલ અહમદ ડાર પોલીસના લાફાના કારણે આતંકવાદી બન્યો હતો. એક લાફો ખાવાથી જો કોઈ આતંકવાદી બનતું હોત તો અરવિંદ કેજરીવાલ અત્યારસુધીમાં ઓસામાં બિન લાદેન બની ગયા હોત.”  આ પણ વાંચો: શહીદ જવાનોના પરિવારજનોની માંગણી 'આતંકવાદીઓની લાશ જોવા માંગીએ છીએ' 

  વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કેજરીવાલને હરિયાણા, અને દિલ્હીમાં ત્રણ અલગ અલગ રેલીમાં લાફા ફટકારવામાં આવ્યા હતા. ત્યાર બાદ લાફો મારનાર ઑટો ડ્રાઇવરે કેજરીવાલની માફી માંગી હતી. કેજરીવાલે આક્ષેપ લગાવ્યો હતો કે ભાજપ તેમના પર હુમલા કરાવી રહ્યું છે.

  આ પણ વાંચો: સરકારે કરી 'દસ્તાવેજ ચોરી'ની દલીલ, તો સુપ્રીમે પૂછ્યું- બોફોર્સ માટે પણ શું તમે આવું જ કહેશો

  ડાબેરી વિચારધારાનું સમર્થન કરનારા જે.એન.યૂના વિદ્યાર્થીઓ પર હુમલો કરતા મિશ્રાએ કહ્યું, “ સમગ્ર દુનિયામાંથી વામપંથનો સફાયો થયો છે તેમ છતાં કેટલાક લોકો તેની સાથે હજુ જોડાયેલા છે. આવા લોકો 'મ્યૂઝિયમ' જેવા છે. તમે લોકો જે.એન.યૂ.ની પ્રતિષ્ઠા માટે લડી રહ્યા છે. જોકે, નક્સલીઓ ખાલી જે.એન.યૂમાંથી જ નહીં પરંતુ આઈ.આઈ.ટીમાંથી પણ નીકળે છે.
  First published:March 06, 2019, 20:27 pm