એપ્રિલમાં આવી શકે છે કોરોનાની દવા! અંતિમ તબક્કામાં ટ્રાયલ કરી રહી છે અમેરિકાની કંપની

અમેરિકા, ભારત અને દક્ષિણ કોરિયામાં સંક્રમણના ગંભીર દર્દીઓની સારવાર માટે રેમડેસિવીરનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યાં જ જાપાનમાં તેના પૂરા ઉપયોગની મંજૂરી છે. જો કે સિપ્લાએ હજી સુધી તે સ્પષ્ટ નથી કર્યું કે CIPREMI ક્યારે તેને સારવાર માટે બજારમાં ઉપલબ્ધ કરાવશે. અમેરિકામાં હજી રેમડેસિવીરની કિંમત નક્કી નથી કરી.

એક આંકડા પ્રમાણે સામાન્ય રીતે જે દવા ત્રીજા ચરણના પરીક્ષણમાં જાય છે તે સફળ રહે છે

 • Share this:
  ગૌરવ ચૌધરી

  નવી દિલ્હી : કોરોના મહામારીના સંકટ સામે ઉભેલી દુનિયા માટે હાલના સમયે Remdesivir એક આશા ભર્યો શબ્દ બનીને આવ્યો છે. અમેરિકાની ફાર્મા કંપની Gilead Sciences Incની દવા Remdesivirને કોરોના સંક્રમણની સારવારના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. આ દવાનું પરીક્ષણ મહત્વપૂર્ણ તબક્કામાં છે.

  23 માર્ચે Remdesivir ને અમેરિકાના ફૂડ અને ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગે orphan drugનો દરજ્જો આપ્યો છે. આ દરજ્જો એ દવાને આપવામાં આવે છે જેમાં કોઈ રોગને ઠીક કરવાની સંભવિત ક્ષમતા જોવા મળે છે. તેમને orphan કે અનાથ એટલા માટે કહેવાય છે કારણ કે તેનું વ્યાવસાયિક ઉત્પાદન રોકાયેલ હોય છે અને તેના માટે સરકારી સપોર્ટની જરુર હોય છે. ઉલ્લેખનીય છે કે Remdesivirનો ઇબોલાની મહામારીની સારવારમાં ઉપયોગ કરવામાં આવે છે.

  આ પણ વાંચો - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામેની લડાઈમાં રિલાયન્સના કામની પ્રશંસા કરી, ચેરમેન મુકેશ અંબાણીનો આભાર માન્યો

  Gilead એ દવાનો ત્રીજા તબક્કાનો ક્લિનિકલ ટ્રાયલ શરુ કરી દીધો છે. remdesivirનો પ્રભાવ જાણવા માટે સેકડો બિમારો પર પરીક્ષણ કરવામાં આવી ચૂક્યું છે. એક આંકડા પ્રમાણે સામાન્ય રીતે જે દવા ત્રીજા ચરણના પરીક્ષણમાં જાય છે તે સફળ રહે છે.

  remdesivirના ત્રીજા ચરણના ટ્રાયલના પરિણામ એપ્રિલ મહિનામાં સામે આવી જશે. જો બધુ ઠીક રહેશે તો કંપની ફૂડ અને ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગ પાસેથી દવા બજારમાં વેચવાની મંજૂરી લઈ શકે છે.
  Published by:Ashish Goyal
  First published: