Home /News /national-international /રોડ પર ટ્રાફિક હશે તો ઉડીને જશે બેંગલુરુના લોકો, ગણતરીની મિનિટમાં ઓફિસ પહોંચાડશે હેલિકોપ્ટર

રોડ પર ટ્રાફિક હશે તો ઉડીને જશે બેંગલુરુના લોકો, ગણતરીની મિનિટમાં ઓફિસ પહોંચાડશે હેલિકોપ્ટર

રોડ પર ટ્રાફિક હશે તો હવામાં ઉડીને જશે બેંગલુરુના લોકો.

    બેંગલુરુ: એક વખતે આપણને કાલ્પનિક લાગતી વસ્તુઓ હવે ધીરે-ધીરે વાસ્તવિક બની રહી છે. આવી જ એક કાલ્પનિક કલ્પના તમે શહેરના ટ્રાફિકમાં ફંસાયા પછી કરી હશે. ટ્રાફિક અને ગાડીઓના હોર્નની વચ્ચે ક્યારેક આપણને એવું થઈ જાય છે કે આના કારતા ઉડીને જ જતા રહીએ. હવે માણસો પાંખોથી નહિ પરંતુ હેલિકોપ્ટરથી ઉડીને ટ્રાફિકન માત આપી શકે છે.

    આ પ્રયોગ દેશની ટેક સિટીમાં થશે

    ખાસ વાત એ છે કે આ પ્રયોગ આપણા દેશની ટેક સિટીમાં થવા જઈ રહ્યો છે, જ્યાં શહેરની એર મોબિલિટી કપની BLADE Indiaએ બેંગલુરુના લોકોને ટ્રાફિક સાથે ડીલ કરવા માટે એક સરસ ઓફર આપી છે. ઓક્ટોબરથી અહીંના લોકો ટ્રાફિકથી બચવા માટે સીધા જ હવામાં ઉડીને જઈ શકશે. સાંભળવામાં આ વાત જેટલી સારી લાગી રહી છે, તેટલો પ્લાન પણ તેનો શાનદાર છે.

    ટ્રાફિકથી બચવાનો શાનદાર પ્લાન

    BLADE India તરફથી હિન્દુસ્તાન એરોનોટિકલ એરપોર્ટ એટલે કે HALથી બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી 2 હેલિકોપ્ટરની સુવિધા આપવામાં આવી છે. આ એર ટેક્સી 10 ઓક્ટોબરથી શરૂ થશે. જે 12 મિનિટની રાઈડ પોતાના ગ્રાહકોને આપશે. તેનું સ્ટાર્ટિંગ ભાડું 3250 રૂપિયા રાખવામાં આવ્યું છે. તેની એક રાઈડ લોકોના 2 કલાક બચાવશે. સામાન્ય રીતે બે ડેસ્ટિનેશનની વચ્ચે જવામાં લોકોને 120 મિનિટ લાગે છે અને તેમણે 1300 રૂપિયા ખર્ચવા પડે છે.

    આ પણ વાંચો: અમદાવાદના આંગણે નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવતા PM મોદી

    ઓફિસ ટાઈમિંગ માટે પરફેક્ટ

    આ રૂટ પર બે હેલિકોપ્ટર ચાલશે, જે 9 વાગ્યે સવારે શરૂ થશે અને સાંજે 4 વાગીને 15 મિનિટે પરત ફરવા લાગશે. HAL બેંગલુરુનું ડાઉનટાઉન છે, જ્યાં મોટાભાગે કોમર્શિયલ લોકેશન આવેલા છે. હેલિકોપ્ટરની એક રાઈડમાં 5 મુસાફર જઈ શકશે અને તે વીકડેમાં ચાલશે. બ્લેક ઈન્ડિયા વર્ષ 2026 સુધી 200 એર ટેક્સિસ લાવવા માંગે છે, તે માટે તેણે એમબિરિયરસ ઈવ એર મોબિલીટી સાથે પણ ડિલ કરી છે. વર્ષ 2019થી જ તેની સર્વિસ મુંબઈ,પુના, શિરડીમાં શરૂ થઈ છે, તે હવે વધીને કુર્ગ, હમ્પી અને કાબિનીમાં પણ ચાલી રહી છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Bangalore, Sea plane, Traffic rule

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन