કોર્ટનો ચુકાદો વહેલો ન આવ્યો તો શું સરકાર પાસે છે રામ મંદિર બનાવવાનો રસ્તો?

News18 Gujarati
Updated: January 10, 2019, 12:28 PM IST
કોર્ટનો ચુકાદો વહેલો ન આવ્યો તો શું સરકાર પાસે છે રામ મંદિર બનાવવાનો રસ્તો?
સરકારના એક જૂથનું માનવું છે કે વટહુકમ વગર પણ મંદિરનું કામ શરૂ કરવામાં આવી શકે છે, જેનો સીધો ફાયદો ભાજપને ચૂંટણીમાં મળશે

સરકારના એક જૂથનું માનવું છે કે વટહુકમ વગર પણ મંદિરનું કામ શરૂ કરવામાં આવી શકે છે, જેનો સીધો ફાયદો ભાજપને ચૂંટણીમાં મળશે

  • Share this:
અનિલ રાય

અયોધ્યામાં રામ મંદિરના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં તારીખ પર તારીખ પડતી જઈ રહી છે, જેના કારણે અનેક નેતા સુપ્રીમ કોર્ટ ઉપર પણ હુમલો કરવાામાં ખચકાટ નથી અનુભવતા. બીજી તરફ સરકારમાં બેઠેલું એક જૂથ અને સંઘના કેટલાક લોકો રામ મંદિર પર વટહુકમ લાવવાની વાત પણ રહ્યા છે. આ દરમિયાન સરકાર સુપ્રીમ કોર્ટ અને વટહુકમની વચ્ચે એક રસ્તો કાઢવાનો પ્રયાસ કરી રહી છે. સરકારના એક જૂથનું માનવું છે કે વટહુકમ વગર પણ મંદિરનું કામ શરૂ કરવામાં આવી શકે છે, જેનો સીધો ફાયદો ભાજપને ચૂંટણીમાં મળશે. બંધારણ એક્સપર્ટ પણ સરકારના આ જૂથની વાત સાથે સહમતિ જતાવી રહ્યા છે.

બંધારણ એક્સપર્ટ સુભાષ કશ્યપની માનીએ તો, સરકાર બિન વિવાદિત જમીન પર જ્યારે ઈચ્છે ત્યારે મંદિરનું નિર્માણ કરાવી શકે છે. તેના માટે સરકારને માત્ર બિન-વિવાદિત જમીનને મંદિર નિર્માણ કરનારા ટ્રસ્ટને સ્થાનાંતરિત કરવાની છે, નિર્માણનું કામ શરૂ થયા બાદ સરકાર ઇચ્છે તો વટહુકમ લાવી શકે છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ શકે છે.

વટહુકમના મામલામાં સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ એમએલ લોહાટીનું મંતવ્ય થોડુંક અલગ છે. લોહાટીનું માનવું છે કે જ્યારે કોઈ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે, તો એવામાં સરકારે વટહુકમ લાવવાગી બચવું જોઈએ. જોકે, તેઓ માની રહ્યા છે કે સરકારની પાસે વટહુકમ લાવવાનો પૂરો અધિકાર છે અને સરકાર જ્યારે ઇચ્છે વટહુકમ લાવી શકે છે.

આ પણ વાંચો, અયોધ્યા વિવાદ: જસ્ટિસ લલિત મામલાથી હટતાં સુપ્રીમમાં સુનાવણી 29 જાન્યુઆરી સુધી રદ

મંદિર નિર્માણનું કામ સરળ નથી જેટલું સરકારમાં બેઠેલો લોકો સમજે છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય જફરયાબ જિલાની સરકાર તરફથી થનારા આ પ્રકારના કોઈ નિર્ણયનો વિરોધ કરવાની તૈયારીમાં છે. તેમનું કહેવું છે કે અયોધ્યામાં કોઈ પ્રકારના નિર્માણ પર સુપ્રીમ કોર્ટની રોક છે. જો કંઈ પણ થયું તો તે સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકશે.
First published: January 10, 2019, 12:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading