Home /News /national-international /90 વર્ષે પિતાએ પુત્રના નામ પ્રોપર્ટીમાંથી કાઢવાનો વારો આવ્યો, જાણો સમગ્ર મામલો

90 વર્ષે પિતાએ પુત્રના નામ પ્રોપર્ટીમાંથી કાઢવાનો વારો આવ્યો, જાણો સમગ્ર મામલો

બંને પુત્રએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

દિલ્હી હાઈકોર્ટે 90 વર્ષના એક વૃદ્ધ વ્યક્તિએ તેમના મકાનમાંથી તેમના જ બે પુત્રના નામ કાઢી નાખવાના મુદ્દા પર હસ્તક્ષેપ કરવાથી ઈન્કાર કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે આ મામલે સંબંધિત સંપત્તિમાં પક્ષોની પ્રકૃતિ કે અધિકાર અથવા પક્ષોના હિત પર ધ્યાન આપવાનો મામલો વરિષ્ઠ નાગરિકના કાયદાના ઉદેશ્યથી પ્રતિકૂળ હશે. મુખ્ય ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્મા અને ન્યાયમૂર્તિ સુબ્રમણ્યમ પ્રસાદની ખંડપીઠે એક ન્યાયાધીશે આપેલા આદેશની વિરુદ્ધ બંને પુત્રએ દાખલ કરેલી એક અરજીને ફગાવી દીધી છે.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • New Delhi | New Delhi
  નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે 90 વર્ષના એક વૃદ્ધ વ્યક્તિએ તેમના મકાનમાંથી તેમના જ બે પુત્રના નામ કાઢી નાખવાના મુદ્દા પર હસ્તક્ષેપ કરવાથી ઈન્કાર કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે આ મામલે સંબંધિત સંપત્તિમાં પક્ષોની પ્રકૃતિ કે અધિકાર અથવા પક્ષોના હિત પર ધ્યાન આપવાનો મામલો વરિષ્ઠ નાગરિકના કાયદાના ઉદેશ્યથી પ્રતિકૂળ હશે. મુખ્ય ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્મા અને ન્યાયમૂર્તિ સુબ્રમણ્યમ પ્રસાદની ખંડપીઠે એક ન્યાયાધીશે આપેલા આદેશની વિરુદ્ધ બંને પુત્રએ દાખલ કરેલી એક અરજીને ફગાવી દીધી છે. એક ન્યાયાધીશની બેન્ચે એક અધિકારી દ્વારા આપવામાં આદેશને યથાવત રાખ્યો હતો, જેમણે પુત્રોને તેમના પિતાના ઘરમાંથી દખલગીરી કરવાનો આદેશ આપ્યો હતો.

  બેન્ચનું કહેવું છે કે પ્રતિવાદી સંખ્યા બે(પિતા)ના શાંતિપૂર્ણ અસ્તિત્વ માટે આ કોર્ટ એક ન્યાયાધીશની ખંડપીઠના નિષ્કર્ષોમાં હસ્તક્ષેપ કરવા માટે ઈચ્છુક નથી. જેમને(પિતા) પોતાના જીવનનો ડર સતાવી રહ્યો છે. આ અપીલ કરનાર બંને પુત્રો માટે એ આવશ્યક છે, જે સંબંધિત સંપત્તિ પર પરિસરને ખાલી કરવા માટે પ્રતિવાદી સંખ્યા બેના અધિકારથી શ્રેષ્ઠ કોઈ અધિકાર સિદ્ધ કરી શક્યા નથી.

  ખંડપીઠે કહ્યું કે એક ન્યાયાધીશની ખંડપીઠ દ્વારા કાઢવામાં આવેલા નિષ્કર્ષ વરિષ્ઠ નાગરિકોના કાયદા મુજબના છે, જે વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે લાવવામાં આવ્યા છે. ખંડપીઠે કહ્યું કે હાલ તે આ સવાલ પર વિચાર કરી રહ્યો નથી કે શું વરિષ્ઠ નાગરિક કાયદો સંપત્તિના માલિકાના હકના સંબંધમાં એક ડિક્રી કે દીવાની કોર્ટના નિષ્કર્ષની અવગણના કરવાની જોગવાઈ કરે છે.

  બંને પુત્ર પર લગાવ્યો મારપીટનો આરોપ

  જ્યારે વરિષ્ઠ નાગરિકે તેની એફિડેવિટમાં કહ્યું કે તે અહીં બલજીત નગરમાં મકાનના માલિક છે અને તેમનો સૌથી નાનો છોકરો તેમની સંભાળ રાખે છે. જોકે તેમના અન્ય બે પુત્રો તેમને સહયોગ કરી રહ્યાં નથી અને તેમના તથા પરિવારની સાથે ખરાબ વ્યવહાર અને મારપીટ કરે છે. વરિષ્ઠ નાગરિકોએ કહ્યું છે કે તે મકાન વેચવાનું ઈચ્છી રહ્યાં છે અને તે બે પુત્રોના તેમાંથી દૂર કરવા માંગતા હતા. તેમણે 2018માં એક સાર્વજનિક નોટિસ ઈસ્યુ કરીને બંને પુત્રો સાથે સંબંધ પૂરો કરવાની જાહેરાત પણ કરી હતી.

  સંપત્તિ માટે વૃદ્ધના બે પુત્રોએ આપી આ દલીલ

  વરિષ્ઠ નાગરિકોનું પ્રતિનિધિત્વ કરનાર વકીલ અરુણ પંવારે દલીલે કરી કે તેમના પોતાના જ બે બાળકોએ તેમની સાથે ખરાબ વર્તન કરીને તેમનું મકાનમાં શાંતિથી રહેવાનું મુશ્કેલ બનાવી દીધું છે. આ સિવાય બંને પુત્રોમાંથી એક પુત્રએ દલાલી કરી કે તેણે સંપત્તિના એક ભાગમાં પોતાનું ઘર પોતાના ખર્ચ અને તેના પિતાની સહમતી જ બનાવ્યું છે. આ કારણે તેમને બહાર ન કરવામાં આવે, જ્યારે બીજા પુત્રએ કહ્યું કે સંપત્તિમાં હિસ્સાના સંબંધમાં તેનું તેના પિતાની સાથે સમાધાન થઈ ગયું છે. જોકે પિતાએ સમાધાન થયું હોવાની વાતથી ઈન્કાર કરી દીધો અને કહ્યું કે આ દસ્તાવેજ પર તેની સહી છેતરપિંડીથી કરાવવામાં આવી હતી અને તે આ બંને છોકરાઓને પોતાની સંપત્તિ આપવા માંગતી નથી.
  Published by:Vrushank Shukla
  First published:

  Tags: Delhi Court, Delhi High Court, Father

  विज्ञापन
  विज्ञापन