Home /News /national-international /

જનસંખ્યા નિયંત્રણમાં મોટો ફટકો : લૉકડાઉન નહીં હટે તો કરોડો કપલ કોન્ડોમથી વંચિત રહેશે, 8 લાખ બાળકોનો થશે જન્મ

જનસંખ્યા નિયંત્રણમાં મોટો ફટકો : લૉકડાઉન નહીં હટે તો કરોડો કપલ કોન્ડોમથી વંચિત રહેશે, 8 લાખ બાળકોનો થશે જન્મ

પ્રતિકાત્મક તસવીર

આ જનસંખ્યા નિયંત્રણ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન ગર્ભ નિરોધકનો ઉપયોગ કરવા માટે દેશમાં લાખો પુરુષો અને મહિલાઓ સક્ષમ નહીં હોય.

    નવી દિલ્હીઃ દેશમાં કોવિડ-19 (covid-19) મહામારી ફેલાયેલી છે. જેના પગલે દેશમાં લોકડાઉન આપવામાં આવેલું છે. આવી સ્થિતિમાં ગર્ભ નિરોધક મળવું મુશ્કેલ છે. જેની અસર મોટા સ્તર ઉપર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ જનસંખ્યા નિયંત્રણ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન ગર્ભ નિરોધકનો ઉપયોગ કરવા માટે દેશમાં લાખો પુરુષો અને મહિલાઓ સક્ષમ નહીં હોય. માનવામાં આવી રહ્યું છે કે, જો સ્થિતિ સામાન્ય નહીં થઈ તો દેશમાં 2.4 કરોડથી 2.7 કરોડ દંપતીઓ ગર્ભ નિરોધકનો ઉપયોગ નહીં કરી શકે. જેના પરિણામ સ્વરૂપે 20 લાખ અનઅપેક્ષિત ગર્ભધારાણ થશે. જેના પગલે આઠ લાખ બાળકોનો જન્મ થશે. 10 લાખ ગર્ભપાત અને એક લાખ અસુરક્ષિત ગર્ભપાત થશે અને 2000થી વધારે મોત થવાનું અનુમાન છે.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ લોકડાઉનમાં ડેરી પાર્લરની આડમાં ગુટખા- બીડી સિગારેટ વેચતા ચાર લોકોની ધરપકડ

    ફાઉન્ડેશન ફોર રિપ્રોડક્ટિવ હેલ્થ સર્વિસ ઈન્ડિયા (FRHS)ના મુખ્ય કાર્યકારી અધિકારી વી.એચ. ચંદ્રશેખરના જણાવ્યા પ્રમામે 'લાઈવ જન્મદર વાસ્તરમાં વધારે થઈ શકે છે. કારણકે લોકડાઉન દરમિયાન ગર્ભપાત કરાવવાને અસર થઈ છે. અનઈચ્છનીય ગર્ભ ધારણ કરનારી મહિલાઓ પોતાની ગર્ભાવસ્થા સાથે રહેવા મજબૂર બની શકે છે. કારણ કે તેમની પાસે ગર્ભપાત કરાવવા જેવી એટલી સુવિધા નહીં હોય.'

    આ પણ વાંચોઃ-ચીનને અડીને આવેલા તાઈવાને કોરોના વાયરસ ઉપર મેળવ્યો કાબુ, આ અનોખું 'હથિયાર' આવ્યું કામ

    સ્વાસ્થ્ય પ્રબંધન સૂચના પ્રણાલી (HMIS) પ્રમાણે 2019માં સાર્વજનિક ક્ષેત્ર દ્વારા 35 લાખ નસબંધી, 57 લાખ આઈયુસીડી, 18 લાખ ઈન્જેક્ટ ગર્ભનિરોદખ સેવાઓ પ્રદાન કરી છે. આ ઉપરાંત દેશમાં 4.1 કરોડ ઓરલ ગર્ભનિરોધક ગોળીઓ, 25 લાખ ઈમર્જન્સી ગર્ભનિરોધક ગોળીઓ અને 32.2 કરોડ કોન્ડોમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

    ભલે ચિકિત્સા ક્ષેત્રમાં ચિકિત્સકો અને રસાયનજ્ઞોને લોકડાઉનમાં છૂટ આપવામાં આવી છે. પરંતુ લોકોની અવરજવર ઉપર અંકુશના કારણે આવી સુવિધાઓમાં કમી આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સલાહ અનુસાર સાર્વજનિક સુવિધાઓને આગામી સુચના સુધી નસબંધી અને આઈયુસીડીની જોગવાઈઓને રદ કરી છે.

    લોકોની અવરજવર ઉપર રોક લગાવવાની સાથે ગર્ભ નિરોધકો જેવાકે કોન્ડોમ (condom), ઓરલ ગર્ભનિરોધક ગોળીઓ અને ઈમર્જન્સી ગર્ભનિરોધક ગોળીઓ મળવી મુશ્કેલ છે. જેના કારણે લાખો મહિલાઓ અનઈચ્છાએ પણ ગર્ભધારણ કરવા મજબૂર બનશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Condom, Coronavirus, COVID-19, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन