કંગનાની યાત્રા દરમિયાન નિયમો તૂટતા DGCAએ કહ્યું- પ્લેનમાં ફોટોગ્રાફી થઇ તો 2 સપ્તાહ માટે ફ્લાઇટ સસ્પેન્ડ

પ્રતિકાત્મક તસવીર

કોઇ રીતે નિર્ધારિત ફ્લાઇટમાં ફોટોગ્રાફી કરતા પકડાયા તો તે માર્ગ પર ફ્લાઇટને બે સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવશે, કંગના રનૌટ સાથે ફ્લાઇટમાં જે થયું તે પછી આ નિર્ણય લેવાયો

 • Share this:
  ડીજીસીએ આ વાત ત્યારે કહી જ્યારે બુધવારે ચંદીગઢથી મુંબઇમાં એક ઉડાન દરમિયાન સુરક્ષા અને સામાજીક દૂરી સંબંધિત પ્રોટોકોલનું કથિત રીતે ઉલ્લંધન થતું નજરે પડતા કહી છે. ઉલ્લેખની છે કે ગત બુધવારે ચંદીગઢથી મુંબઇ અભિનેત્રી કંગના રનૌટ યાત્રા કરી રહી હતી. ત્યારે આ ધટના બની છે. તે પછી ડીજીસીએ એ આ મામલે શુક્રવારે ઇન્ડિગોને યોગ્ય કાર્યવાહી કરવાનું કહ્યું છે.

  બુધવારે વિમાનની અંદરનો એક વીડિયો સીમે આવ્યું છે. જે મુજબ મીડિયાના સંવાદાતા અને કેમેરામેન કંગના રનૌટની પ્રતિક્રિયા લેવા માટે એકબીજાથી ધક્કામુક્કી કરતા નજરે પડ્યા. ડીજીસીએ શનિવારે આ પર પોતાના આદેશમાં કહ્યું કે નિર્ણય કરવામાં આવ્યો છે કે હવેથી કોઇ પણ નિર્ધારિત યાત્રી વિમાનમાં આ રીતે ફોટોગ્રાફી કરશે તો તે માર્ગ પર ઉડાન આવતા બે સપ્તાહના સમય માટે બંધ કરી દેવામાં આવશે.

  નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય સાથે જ કહ્યું કે પ્રવાસ દરમિયાન આટલા મોટા કેમેરાને લઇ જવાની અનુમતિ તમે કેવી રીતે આપી. સાથે જ મુંબઇાં વિમાન લેન્ડ થતી વખતે આવા આક્રમક વ્યવહારને રોકવામાં વિફળ રહેલા ઇન્ડિયો સામે પણ DGCA લાલ આંખ કરી હતી.

  વધુ વાંચો : ચીનને પાઠ ભણાવવા માટે પશ્ચિમ મોરચે વાયુસેનાએ કરી આ જોરદાર તૈયારી

  વિમાનના નિયમોનો હવાલો આપતા ડીજીસીએએ શનિવારે આ આદેશ જાહેર કર્યો છે. જે મુજબ કોઇ પણ વ્યક્તિ હવાઇ જહાજ કે વિમાનમાં ઉડાન દરમિયાન કોઇ પણ પ્રકારની તસવીરો નહીં લે. જ્યાં સુધી શર્તો મુજબ ના થાય કે કેટલાક અધિકારીઓ દ્વારા આ મામલે લેખિતમાં અનુમતિ આપવામાં આવી હોય તો જ આવું થઇ શકશે.

  જો કે આ અનુમતિ ત્યાં સુધી લાગુ નહીં થાય જ્યાં સુધી વિમાન જમીન પર નથી ઉતરી જતું. કે પછી તે રક્ષા એરોડ્રામથી ઉડાન ભરી રહ્યું હોય કે તે જમીન પર હોય તો જ કરી શકાશે.
  Published by:Chaitali Shukla
  First published: