Home /News /national-international /સરકારમાં સામેલ થવાનું કહેવાશે તો હું ના પાડી દઇશ: સામ પિત્રોડા

સરકારમાં સામેલ થવાનું કહેવાશે તો હું ના પાડી દઇશ: સામ પિત્રોડા

સરકારમાં સામેલ થવાનું કહેવાશે તો હું ના પાડી દઇશ: સામ પિત્રોડા

ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ સામ પિત્રોડાએ ચૂંટણી બાદ સરકારમાં સામેલ થવાની સંભાવનાઓ નકારી છે

    ન્યૂઝ18 ગુજરાતી: ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ સામ પિત્રોડાએ ચૂંટણી બાદ સરકારમાં સામેલ થવાની સંભાવનાઓ નકારી છે. સામ પિત્રોડાએ શનિવારે કહ્યું કે, રાજનીતિમાં યુવાઓની જરૂર છે. જો કોઇ તેમને સરકારમાં સામેલ થવા માટે કહેશો તો તે તેનો સ્વીકાર નહીં કરે.

    એક નિવેદનમાં સામ પિત્રોડાએ કહ્યું કે, વ્યક્તિગત રીતે હું માનું છું કે આપણને રાજનીતિમાં યુવા લોકોની જરૂર છે. અમારા જેવા લોકોએ બેકફુટ પર આવું જોઇએ. જો કોઇ મને સરકારમાં સામેલ થવા માટે કહેશે તો હું તેનો સ્વીકાર નહીં કરું. મારા દિવસો પૂરા થઇ ગયા છે.

     એવું માનવામાં આવતું હતું કે, જો ચૂંટણી બાદ કોંગ્રેસ સત્તામાં આવશે તો સરકારમાં સામ પિત્રોડાને કોઇ મોટો પદ આપવામાં આવી શકે છે. જોકે, સામ પિત્રોડાએ હાલ આ સંભાવનાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે.

    આ પણ વાંચો: શત્રુઘ્ન સિન્હાની જીભ લપસી કોંગ્રેસના આ નેતાને કહ્યાં ભાજપની કરોડરજ્જુ

    ઉલ્લેખનીય છે કે, હાલમાં જ પુલવામા હુમલા માટે આપેલા એક નિવેદનને લીધે સામ પિત્રોડા વિવાદોમાં ઘેરાયા હતા. તેમણે કહ્યું હતું કે, આઠ લોકો આવે છે અને કંઇક કરે છે તો આના માટે તમે સમગ્ર દેશ (પાકિસ્તાન)ને દોષી નથી ગણાવી શકતાં.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Lok sabha election 2019, Sam Pitroda, કોંગ્રેસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन