સરદાર ભારતના પ્રથમ PM હોત તો આખું કાશ્મીર આપણું હોતઃ મોદી

મોદી (ફાઈલ તસવીર)

લોકસભામાં મોદીનું ભાષણ શરૂ થતાં જ વિપક્ષે ગૃહમાં હંગામો મચાવી દીધો હતો.

 • Share this:
  વડાપ્રધાન મોદી આજે સંસદના બંને ગૃહમાં રોજગારી, અર્થવ્યવસ્થા પર વિરોધીઓને જવાબ આપી રહ્યા છે. જોકે, લોકસભામાં મોદીનું ભાષણ શરૂ થતાં જ વિપક્ષે ગૃહમાં હંગામો મચાવી દીધો હતો. વિપક્ષે લોકસભામાં 'જુમલાબાજી બંધ કરો', 'ખોટું ભાષણ બંધ કરો', 'ખોટા આશ્વાસન બંધ કરો'ના નારા લગાવ્યા હતા.

  મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, સંસદના અનેક સભ્યોએ અનેક મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. માનનીય રાષ્ટ્રપતિનું ભાષણ કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલું નથી. મોદીએ વિપક્ષ પર ભારતના ભાગલા પાડવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, આ જ કારણે તેમની પાર્ટી અત્યાર સુધી ભોગવી રહી છે.

  મોદીએ કહ્યું હતું કે, અમે પણ એના જ પક્ષમાં છીએ કે તેલંગાણા આગળ વધે. પરંતુ તમે આંધ્રપ્રદેશના લોકો સાથે ઉતાવળમાં જે કર્યું તેના કારણે આજે ચાર વર્ષે પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

  લોકસભામાં જોરદાર વિરોધ વચ્ચે મોદીએ કહ્યું હતું કે, આપણા દેશના રાજ્યોની રચના અટલ બિહારી વાજયેપીએ કરી હતી. ત્રણ નવા રાજ્યની રચના થઈ હતી. સરકારની દિર્ઘદ્રષ્ટિને કારણે આ કામ કોઈ પણ વિઘ્ન વગર પાર પડ્યું હતું.

  કોંગ્રેસ પર હુમલો કરતા મોદીએ કહ્યું હતું કે, દશકાઓ સુધી એક પાર્ટીએ પોતાની તમામ ઉર્જા એક પરિવાર માટે વાપરી નાખી. આ પાર્ટીએ દેશના હિત ઉપર એક પરિવારના હિતને મૂકી દીધું હતું.

  કોંગ્રેસ પર પ્રહાર કરતા મોદીએ વધુમાં કહ્યું હતું કે, લોકતંત્ર એ કોંગ્રેસ અથવા નેહરુએ નથી આપ્યું. લોકતંત્ર અમારી રગોમાં છે, આ આપણી પરંપરા છે. કોઈ નેતા એવું કેવી રીતે કહી શકે કે કોંગ્રેસ અને નહેરુને કારણે ભારતને લોકશાહી મળી હતી? શું તેમણે એટલો પમ ઇતિહાસ નથી વાંચ્યો? આ કેવું અભિમાન છે?

  ...તો આખું કાશ્મીર ભારતનું હોત

  મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે ભારતને પંડિત નહેરુને કારણે લોકશાહી નથી મળી. કોંગ્રેસ આપણી પાસે આવું મનાવવા માંગે છે. આપણ સમૃદ્ધ ઇતિહાસને વાંચશો તો ખબર પડશે કે લોકતંત્ર એ આપણી સંસ્કૃતિ છે. જો સરદાર વલ્લભભાઈ પટેલને આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હોત તો આખું કાશ્મીર ભારતનું હોતું.
  Published by:Vinod Zankhaliya
  First published: