પાકિસ્તાન એક ગોળી ચલાવશે તો ભારત ગોળીઓની ગણતરી નહીં કરે : ગૃહમંત્રી

News18 Gujarati
Updated: February 10, 2019, 11:17 AM IST
પાકિસ્તાન એક ગોળી ચલાવશે તો ભારત ગોળીઓની ગણતરી નહીં કરે : ગૃહમંત્રી
રાજનાથ સિંઘ (ફાઈલ તસવીર)

'ત્રણ ચાર વર્ષમાં ભારતે નક્સલવાદનો સફાયો કરી નાખ્યો છે. આ પહેલાની સરકારી નક્સલવાલ અને ઉગ્રવાદ સાથે અસરકારણ કાર્યવાહી કરી ન હતી.'

  • Share this:
મુકેશ કુમાર, સમસ્તીપુર : આગામી લોકસભાની ચૂંટણીને લઈને બીજેપીએ પૂરી તાકાત લગાવી દીધી છે. શનિવારે બિહારના સમસ્તીપુર જિલ્લાના દલસિંહસરાય સ્થિત બજાર સમિતિ મેદાનમાં ચાર જિલ્લાઓના કાર્યકરોનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી રાજનાથસિંઘે કર્યું હતું. આ પ્રસંગે તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે હવે પાકિસ્તાનને સફેદ ઝંડા બતાવવામાં નહીં આવે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આપણું પાડોશી રાષ્ટ્ર છે, એટલા માટે પ્રથમ ગોળી ભારત તરફથી નહીં ચલાવવામાં આવે. પરંતુ પાકિસ્તાન તરફથી એક ગોળી પણ ચાલશે તો તેના જવાબમાં ભારત તરફથી ગોળીઓની ગણતરી નહીં કરવામાં આવે.

ગૃહમંત્રીએ કહ્યુ, ત્રણ ચાર વર્ષમાં ભારતે નક્સલવાદનો સફાયો કરી નાખ્યો છે. આ પહેલાની સરકારી નક્સલવાલ અને ઉગ્રવાદ સાથે અસરકારણ કાર્યવાહી કરી ન હતી.

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ લીધા વગર રાજનાથસિંઘે કહ્યુ કે, 'કોંગ્રેસના નેતા કહે છે કે અમારી સરકાર આવશે તો ખેડૂતોનું દેવું માફી કરી દેવામાં આવશે. ભારતમાં 55 વર્ષ સુધી તેમની જ સરકાર રહી હતી તો કેટલી વખત ખેડૂતોનું દેવું માફ થયું? ખેડૂતોની જે દશા છે તેને સુધારવાની જરૂર છે. 2022 સુધી ખેડૂતોની આવક બેગણી થઈ જશે.'

આ પણ વાંચો : પાકિસ્તાનના સિંધમાં રાધા-કૃષ્ણ મંદિરમાં તોડફોડ, ઇમરાન ખાને કાર્યવાહીનો આદેશ આપ્યો

રાજનાથે વધુમાં કહ્યુ કે, દેશભરમાં ગણતંત્રની ઉજવણી થઈ રહી છે, પરંતુ બિહારમાં ગણતંત્ર સંકોચાવા લાગ્યું છે. એક વંશવાદથી બીજા વંશવાદ સાથે ગઠબંધન થવા લાગ્યું છે. ભ્રષ્ટાચારનું ભ્રષ્ટાચાર સાથે ગઠબંધન થવા લાગ્યું છે. બિહારમાં બીજેપી-જેડીયૂના ગઠબંધનની પ્રસંશા કરતા ગૃહમંત્રી કહ્યુ કે બિહારમાં સુશાસન જો કોઈ સરકાર આપી શકે છે તો તે એ આ જ સરકાર છે.

 
આ પ્રસંગે બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અને ઉજિયારપુરના સાંસદ નિત્યાનંદ રાયે કાર્યકરોને સંબોધન કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્ધિઓ ગણાવી હતી. આ પહેલા બીજેપી જિલ્લા અધ્યક્ષ રામસુમિરનસિંહ, પ્રદેશ મહામંત્રી સુશીલ ચૌધરી, બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેયએ રાજનાથ સિંહને સભાસ્થળે આવકાર્યા હતા.
First published: February 10, 2019, 8:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading