મોદી જન્મથી પછાત જાતિના હોત તો શું RSS તેમને PM બનાવતું? : માયાવતી

News18 Gujarati
Updated: May 10, 2019, 2:54 PM IST
મોદી જન્મથી પછાત જાતિના હોત તો શું RSS તેમને PM બનાવતું? : માયાવતી
માયાવતી (ફાઇલ તસવીર)

માયાવતીએ ટ્વિટ કરીને લખ્યું કે, "મોદી જન્મથી ઓબીસી નથી, આથી તેમણે જાતિવાદની પીડા સહન કરી નથી."

  • Share this:
નવી દિલ્હી :  બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડાં માયાવતીએ શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદી પર ફરી એક વખત વાક્પ્રહાર કર્યો હતો. માયાવતીએ કહ્યું કે, "જો પીએમ મોદી જન્મથી પછાત જાતિના હોત તો રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) તેમને ક્યારેક વડાપ્રધાન બનાવતું નહીં."

બસપા સુપ્રીમો માયાવતીએ એક પછી એક બે ટ્વિટ કરીને પીએમ પર નિશાન સાધ્યું છે. માયાવતીએ પ્રથમ ટ્વિટમાં પીએમ મોદીએ મહાગઠબંધન પર લગાવેલા જાતિવાદના આરોપ અંગે વળતો જવાબ આપ્યો હતો.

માયાવતીએ ટ્વિટમાં લખ્યું કે, "બીજું કંઈ નહીં તો પીએમ મોદીએ મહાગંઠબંધન પર જે જાતિવાદનો આરોપ લગાવ્યો છે તે બિલકુલ હાસ્યાસ્પદ અને અપરિપક્વ છે. જાતિવાદના શ્રાપથી પીડિત લોકો જાતિવાદી કેવી રીતે હોઈ શકે છે? મોદી જન્મથી ઓબીસી નથી. આથી જ તેમણે જાતિવાદની પીડા સહન કરી નથી અને આ પ્રકારની મિથ્યા વાતો કરે છે."

આ પણ વાંચો : મોદીના નેતૃત્વના ગુણ વિશે નાનાભાઈએ કહ્યુ- 'અમે રાજપૂત કૂળના સંતાનો છીએ'

બીએસપીના સુપ્રીમો માયાવતીએ બીજું ટ્વિટ કરતાં પીએમ મોદી પર આરોપ લગાવ્યો કે તેઓ રાજકીય લાભ ખાટવા માટે પછાત જાતિના હોવાનો દાવો કરી રહ્યા છે. માયાવતીએ કહ્યું, "મોદી પોતાના જાણીજોઈને પછાત વર્ગના જણાવીને જાતિવાદનો ખુલ્લીને રાજકીય સ્વાર્થ માટે ઉપયોગ કરી રહ્યા છે. તેઓ જો જન્મથી પછાત જાતિના હોય તો શું આરએસએસ તેમને પીએમ બનવા દેતું? કલ્યાણસિંહ જેવા નેતાઓની આરએસએસએ કેવી હાલત કરી છે તે શું દેશ નથી જોઈ રહ્યો."
First published: May 10, 2019, 2:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading