મોદી મેજીક: જો અત્યારે ચૂંટણી થાય તો સરકાર NDA બનાવે

News18 Gujarati
Updated: January 29, 2018, 8:20 AM IST
મોદી મેજીક: જો અત્યારે ચૂંટણી થાય તો સરકાર NDA બનાવે

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP) નીત રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંઘન (NDA) સરકાર એક પછી એક નવી ઉંચાઈ મેળવતી જાય છે. જો કે હાલમાં સંપન્ન થયેલ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને થોડુ નુકશાન જરૂર ગયું છે.

જો અત્યારે સામાન્ય ચૂંટણી થાય તો મોદી સરકારને આની શું અસર પડશે? આ અંગે 'એબીપી ન્યૂઝ-લોકનીતિ-સીએડીએસ'એ એક સર્વે કર્યો છે. સર્વે પ્રમાણે જો આજે લોકસભા ચૂંટણી થાય તો મોદી લહેર થોડી નબળી બનવા છતાંપણ બીજેપી નીત એનડીએ ફરી સરકાર બનાવી લેશે.

સર્વે પ્રમાણે દેશમાં જો અત્યારે ચૂંટણી થાય તો બીજેપી નીત એનડીએ કુલ લોકસભા સીટોમાં 293-309 સીટો પર વિજય મેળવી શકે છે. આ સંખ્યા વર્ષ 2014ની ચૂંટણીમાં એનડીએ જેટલી સીટો જીતી હતી તેનાથી 30 સીટો ઓછી જીતે.

પૂર્વ ભારત
સર્વે પ્રમાણે પૂર્વ ભારતમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએને 72 બેઠકો, કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએને 18 બેઠકો જ્યારે અન્યના ફાળે 52 બેઠકો મળી શકે છે. જો વોટની ટકાવારીની વાત કરવામાં આવે તો સર્વેમાં જાણવા મળ્યા અનુંસાર પૂર્વ ભારતમાં એનડીએને 43 ટકા, યૂપીએને 21 ટકા અને અન્યને 36 ટકા વોટ મળી શકે છે.

દક્ષિણ ભારતસર્વે પ્રમાણે દક્ષિણ ભારતમાં યૂપીએનો પ્રભાવ યથાવત રહેશે અને તેને એનડીએની સરખામણીમાં બેગણી વધારે બેઠકો મળી શકે છે. સર્વે પ્રમાણે દક્ષિણ ભારતની કુલ 132 બેઠકોમાંથી એનડીએને 34 બેઠકો તો યૂપીએને 63 બેઠકો મળી શકે છે. જ્યારે અન્યોના ખાતામાં 35 બેઠકો આવી શેક છે. એનડીએને 25 ટકા વોટ તો યૂપીએને 39 ટકા વોટ મળી શકે છે. જ્યારે 36 ટકા વોટ અન્યોના ખાતામાં પડી શકે છે.

ઉત્તર ભારત
સર્વે પ્રમાણે ઉત્તર ભારતમાં ભાજપને સૌથી વધારે બેઠકો મળતી જણાય છે. 2014ની સરખામણીમાં 20 બેઠકોનું નુકશાન થઈ શકે છે. એબીપી ન્યૂઝ-સીએસડીએસના સર્વેમાં ઉત્તર ભારતની 151 બેઠકોમાંથી 111 એનડીએને ફાળે જઈ શકે છે. તો યૂપીએને માત્ર 13 બેઠકો હાથ લાગશે. જ્યારે અન્યોને 27 બેઠકો પર સફળતા હાથ લાગશે. જો વોટ શેરની વાત કરવામાં આવે તો અહીં એનડીએને 45 ટકા, યૂપીએને 22 ટકા તો અન્યોને 33 ટકા વોટ મળશે.

પશ્ચિમ-મધ્ય ભારત
સર્વે પ્રમાણે પશ્ચિમ-મધ્ય ભારતમાં એનડીએને 84 બેઠકો મળતી જણાય છે, તો યુપીએને 33 બેઠકો. અન્યોને માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડી શકે છે. 2014ની સરખામણીમાં અહીં પણ એનડીએને 25 બેઠકોનું નુંકશાન દર્શાવાઈ રહ્યું છે. વોટશેરની વાત કરીયે તો એનડીએને 48 ટકા, યૂપીએને 40 અને અન્યોને 12 ટકા વોટ મળશે.

સર્વેમાં કોંગ્રેસ સમર્થિત સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA)માટે સારી ખબર છે. સર્વે પ્રમાણે ગત ચૂંટણીની સરખામણીમાં યૂપીએના વોટ વધશે. યૂપીએને 127 સીટો મળી શકે છે. જ્યારે 115 સીટો અન્યના ખાતામાં જમા થઈ શકે છે. જણાવી દઈએ કે મે 2017માં એક સર્વેમાં બીજેપી નીત એનડીએને 331 સીટો મળવાનું અનુમાન લગાવ્યું હતું.

પીએમ માટે કોણ છે પહેલી પસંદ
ઈન્ડિયા ટૂડેના એક સર્વેમાં સામે આવેલ વાતમાં જણાવાયું છે કે એનડીએને 309 સીટો, યૂપીએને 102 સીટો અને અન્યને 132 સીટો મળશે. જો વડાપ્રધાનની વાત કરવામાં આવે તો 53 ટકા લોકો નરેન્દ્ર મોદીને પીએમ તરીકે જોવા ઈચ્છે છે. રાહુલ ગાંધીને પીએમ તરીકે 22 ટકા લોકો ઈચ્છે છે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધીને પણ 4 ટકા લોકો ઈચ્છે છે.

કઈ રીતે થયો સર્વે
આ સર્વે 7થી 20 જાન્યુઆરી વચ્ચે કરવામાં આવ્યો હતો. 19 રાજ્યોની 175 લોકસભાની સીટોની 14336 લોકો વચ્ચે વાતચીત કરવામાં આવી હતી.
First published: January 28, 2018, 11:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading