Home /News /national-international /Ukraine Russia War: ભારત રશિયાની આ ઓફર સ્વીકારશે તો મળશે સસ્તું તેલ, અમેરિકાના પ્રતિબંધો પણ થશે બેઅસર

Ukraine Russia War: ભારત રશિયાની આ ઓફર સ્વીકારશે તો મળશે સસ્તું તેલ, અમેરિકાના પ્રતિબંધો પણ થશે બેઅસર

રશિયાએ ભારતને તેની પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે

આ પ્રસ્તાવ હેઠળ રશિયન ચલણ રૂબલ ભારતીય બેંકોમાં જમા કરવામાં આવશે અને તેને ભારતીય ચલણ રૂપિયામાં ફેરવવામાં આવશે. તેવી જ રીતે રૂપિયાને રૂબલમાં કન્વર્ટ કરીને ચુકવણી કરવામાં આવશે.

યુક્રેન (Ukraine) સાથેના યુદ્ધને કારણે પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયા (Russia)એ ભારતને આયાતી સામાન માટે ચૂકવણી કરવાની ઓફર કરી છે. ભારત સરકાર આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. ડોલરમાં ચૂકવણી બંધ થવાને કારણે રશિયાની મધ્યસ્થ બેંકે ચૂકવણીની સિસ્ટમ વિકસાવી છે. ભારત મુખ્યત્વે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ (crude oil) અને શસ્ત્રોની આયાત કરે છે. આ સિવાય યુક્રેનથી સપ્લાયમાં વિક્ષેપને કારણે આ મહિને ભારતે (India) રશિયા પાસેથી સૂર્યમુખી તેલનો મોટો સોદો કર્યો છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રશિયાની મેસેજિંગ સિસ્ટમ SPFSનો ઉપયોગ કરીને ભારત રૂપિયા-રુબલમાં ચૂકવણી કરી શકે છે. જોકે હજુ સુધી ભારત સરકારે આ પ્રસ્તાવ પર કોઈ નિર્ણય લીધો નથી. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ (Sergei Lavrov) ગુરુવારે બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે. આ સમય દરમિયાન આ પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવે તેવી અપેક્ષા છે. તેના બદલામાં ભારતને રશિયા પાસેથી ઓછી કિંમતે ક્રૂડ ઓઈલ મળવાની આશા નકારી શકાય તેમ નથી. જો આમ થશે તો ભારત માટે મોટી રાહત થશે.

આ પણ વાંચો- ઓઢવ હત્યાકાંડ : પોલીસને એક જ પ્રશ્ન, વિનોદે બે બાળકોની હત્યા કેમ કરી?

રશિયાની આ સિસ્ટમ આ રીતે કામ કરશે

સૂત્રોએ જણાવ્યું કે આ પ્રસ્તાવ હેઠળ રશિયન ચલણ રૂબલ ભારતીય બેંકોમાં જમા કરવામાં આવશે અને તેને ભારતીય ચલણ રૂપિયામાં ફેરવવામાં આવશે. તેવી જ રીતે રૂપિયાને રૂબલમાં કન્વર્ટ કરીને ચુકવણી કરવામાં આવશે. આ સિવાય રશિયા ભારતીય અને રશિયન બેંકો દ્વારા જારી કરાયેલા કાર્ડને MIR પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવા માંગે છે.

આ પણ વાંચો- પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા સુરત ટેક્સટાઈલ ટ્રાન્સપોર્ટના ભાડામાં પણ 20%નો વધારો થશે

રશિયન અધિકારીઓ ભારત આવશે

સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રસ્તાવ પર રશિયાની સેન્ટ્રલ બેંકના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ માટે રશિયાની સેન્ટ્રલ બેંકના અધિકારીઓ આવતા સપ્તાહે ભારત આવી શકે છે. રશિયન શસ્ત્રો પર ભારતીય સેનાની નિર્ભરતા અને વધતી જતી આંતરરાષ્ટ્રીય કિંમતોને કારણે ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવા ઉત્સુક છે. રશિયા પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં ભારત સસ્તા તેલની આશામાં દ્વિપક્ષીય વેપાર ચાલુ રાખવા માંગે છે. ત્યાં જ તેણે અમેરિકા સહિત અન્ય પશ્ચિમી દેશોને કહ્યું છે કે ચીનની સૈન્ય આક્રમકતાને કારણે ભારત માટે રશિયા પાસેથી શસ્ત્રો ખરીદવાનું ચાલુ રાખવું જરૂરી છે.

જો ભારત રશિયાની આ ઓફર સ્વીકારે છે તો તેનાથી ભારતનું વિદેશી હૂંડિયામણ તો બચશે જ પરંતુ ભારતીય ચલણ વધુ મજબૂત થશે.
First published:

Tags: India Russia, Russia, Russia news, Russia ukrain crisis, Russia-Ukraine Conflict, Russian president, Ukraine Russia War

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો