Home /News /national-international /'હું CM, PM બનવામાં મદદ કરી શકું તો યુવાનોને MP,MLA પણ બનાવી શકું છું'

'હું CM, PM બનવામાં મદદ કરી શકું તો યુવાનોને MP,MLA પણ બનાવી શકું છું'

પ્રશાંત કિશોરની ફાઇલ તસવીર

જનતા દળ યૂનાટેડના રાષ્ટ્રીય ઉપાધ્યભ અને વડાપ્રધાન મોદીના મોદીના એક સમયના સહયોગી પ્રંશાત કિશોરે કહ્યું કે તે 2 વર્ષમાં એક લાખ યુવાનોને પાર્ટીમાં જોડશે.

  ન્યૂઝ 18 ગુજરાતી: વડાપ્રધાન મોદી જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે તેમના સહયોગી પ્રશાંત કિશોરે તેમને વડાપ્રધાન બનવા માટે અનેક રણનીતિઓ ઘડી આપી હતી. પ્રશાંત કિશોર અત્યારે બિહારમાં નીતિશ કુમારની જનતા દળ યૂનાટેડના રાષ્ટ્રીય ઉપ પ્રમુખ છે. પ્રશાંત કિશોરએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો હું CM અને PM બનવામાં મદદ કરી શકું તો બિહારના યુવાનોને ધારાસભ્ય અને સંસદ સભ્ય પણ બનાવી શકું છે.

  ગ્રામ પંચાયતની ચૂંટણીઓને રાજકીય પક્ષોના નેજા હેઠળ યોજવાની રણનીતિના હિમાયતી પ્રશાંત કિશોરે જણાવ્યું કે આગામી બે વર્ષોમાં બિહારમાં અમે 1 લાખ યુવાનોને પાર્ટીમાં જોડીશું. તેમણે જેડીયુના વિદ્યાર્થી સંગઠનના કાર્યક્રમમાં કહ્યું કે યુવાનોને તેમની ક્ષમતા અનુસાર જવાબદારી સોપવામાં આવશે.

  આ તકે પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજકારણમાં યુવાનોની ભૂમિકા મહત્ત્તવપૂર્ણ રહેશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પ્રશાંત કિશોર જે.ડી.યૂમાં જોડાયા હતા. તેમણે પક્ષમાં સ્થાન મેળવ્યું તેના થોડા સમયમાં જ તેમને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. એવી અટકળો છે, કે નીતિશ કુમાર પ્રશાંત કિશોરને પોતાના રાજકીય વારસદાર બનાવા માંગે છે. જોકે, નીતિશ કુમારે કહ્યું હતું કે અમે પહેલાં પણ પ્રશાંત સાથે કામ કર્યુ છે, વચ્ચે તેઓ વ્યસ્ત હતા હવે અમારી સાથે છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: JDU, Politcs, Prashant Kishore

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन