કોરોના વાયરસ : ટ્રમ્પે ભારતને ધમકી આપીને જે દવા મંગાવી છે તેને તમે જાતે ભૂલથી પણ ન લેશો, બીમાર પડી શકો

પ્રતિકાત્મક તસવીર

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પસાથે હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવા માંગતા આખી દુનિયામાં આ દવા વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

  • Share this:
    નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ભારત પાસેથી હાઈડ્રોક્સીક્લોરોક્વિન (hydroxychloroquine)ની માંગણી કરી છે. આ દવા એન્ટી મલેરિયા (Anti-Malaria) છે. ટ્રમ્પે ભારત પાસેથી આ દવા માંગ્યા બાદ દુનિયાભરમાં એવી ચર્ચા થઈ રહી છે કે આખરે આ દવા કઈ છે. સવાલ તો એવા પણ પૂછવામાં આવી રહ્યા છે કે શું હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવા કોરોના વાયરસ (Coronavirus)ને મારી શકે છે? જોકે, આ દવાના ઉપયોગથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. ભારતે ગત દિવસોમાં એવું કહ્યું હતું કે કોરોના સંક્રમિત દર્દીઓ અને તેમની સારવાર કરી રહેલા સ્વાસ્થ્યકર્મીઓ તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોને આ દવા આપવામાં આવશે. જોકે, કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા જાતે જ આ દવા લેવાથી અનેક સમસ્યા પણ આવી શકે છે. આથી જ્યાં સુધી ડૉક્ટર ન કહે ત્યાં સુધી કોઇએ જાતે આ દવા લેવી જોઈએ નહીં.

    સરકાર તરફથી એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે હાઈડ્રોક્સીક્લોરોક્વિનની અસર ખૂબ ઓછી છે, જેના આધારે તેનો ઉપયોગ ફક્ત સ્વાસ્થ્યકર્મીઓ કરી શકે છે. બીજી તરફ ભારતીય દવા ઉદ્યોગ તરફથી કહેવામાં આવ્યું છે કે દેશમાં આ દવાનો પુરતો સ્ટૉક છે.

    આ પણ વાંચો : કોરોના અપડેટ્સ : રાજ્યમાં 4 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 16 લોકોનાં મોત, કુલ 179 કેસ

    અહીં એ જાણવું જરૂરી છે કે હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવા ખાધા બાદ અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે નાક ટપકવું, પેટમાં દુઃખવું અને વારેવારે લેટરીન જવું પડી શકે છે. આ સાથે જ આ દવાના ઉપયોગ બાદ અસહનીય દર્દ, પાચનતંત્ર ખરાબ થવું અને માથું દુઃખવાની ફરિયાદ રહી શકે છે.

    શું છે હાઈડ્રોક્સીક્લોરોક્વિ?

    જો અમેરિકાના સંદર્ભમાં હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવાની વાત કરવામાં આવે તો વર્ષ 1955માં આ દવાના ઉપયોગની છૂટ આપવામાં આવી હતી. હાઈડ્રોક્સીક્લોરોક્વીન એવી 128મી દવા છે જેને ડૉક્ટર પ્રાથમિકતા આપે છે. વર્ષ 2017માં અમેરિકન ડૉક્ટરોએ આ દવા વિશે ખૂબ લખ્યું હતું. એક અંદાજ પ્રમાણે આશરે 55 લાખ અમેરિકનોએ આ દવાનો ઉપયોગ કર્યો છે.



    આ પણ વાંચો :  ...તો 15 મે સુધી બંધ રહેશે સ્કૂલ, કોલેજ અને મૉલ, ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપર પણ પ્રતિબંધ

    હાઈડ્રોક્સોક્લોરોક્વિનનું બ્રાન્ડ નામ પ્લક્કેનિલ છે, જેનો ઉપયોગ મલેરિયાની સારવાર માટે કરવામાં આવે છે. આ સાથે જ રિમોટાઇડ અર્થટાઇટિસ અને ગર્ભાવસ્થા દરમિયાન સાંધામાં થતાં દુઃખાવા માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. WHO તરફથી આ દવાને જરૂરી દવામાં સામેલ કરવામાં આવી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: