શું ખાદ્ય સામગ્રીથી પણ ફેલાય છે કોરોના વાયરસ? સરકારે આપ્યો આ જવાબ

News18 Gujarati
Updated: September 19, 2020, 7:38 AM IST
શું ખાદ્ય સામગ્રીથી પણ ફેલાય છે કોરોના વાયરસ? સરકારે આપ્યો આ જવાબ
પ્રતિકાત્મક તસવીર

શુક્રવારે દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોની કુલ સંખ્યા 52 લાખને પાર થઈ ગઈ હતી. આ સાથે કોરોનાને કારણે મૃત્યાંક 84,372 થયો છે.

  • Share this:
નવી દિલ્હી: સરકારે શુક્રવારે લોકસભા (Loksabha)માં કહ્યુ છે કે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (Food Safety and Standards Authority of India) તરફથી બનાવવામાં આવેલી એક સમિતિએ કહ્યુ છે કે હાલ એ વાતની કોઈ સાબિતી નથી મળી કે ખાદ્ય સામગ્રીથી કોરોના વાયરસ (Coronavirus)નો ફેલાવો થયો છે. જવાબમાં એવું પણ કહેવામાં આવ્યું કે કોવિડ 19 પ્રભાવિત દેશમાંથી ભારતમાં આયાત કરવામાં આવેલી ખાદ્ય સામગ્રી (Imported food) મનુષ્યના સેવન માટે સુરક્ષિત છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબે (Union Minister of State for Health Ashwini Chaubey)એ એક પ્રશ્નનનો લેખિતમાં જવાબ આપ્યો કે, "સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે હાલ ખાદ્ય સામગ્રીથી કોરોના વાયરનો ચેપ ફેલાતો હોય તેવા કોઈ પુરાવા નથી મળ્યા." બીજી તરફી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ શુક્રવારે કહ્યુ કે, આયુષ ચિકિત્સા પ્રણાલી (Ayush treatment system) કોવિડ 19નો ફેલાવો રોકવા માટે ઉપયોગી છે.

મંત્રાલય તરફથી એપ રજૂ કરવામાં આવી

સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને (Health Minister Harshvardhan) શુક્રવારે લોકસભામાં એક પ્રશ્નનો લેખિતમાં જવાબ આપતા કહ્યુ કે આયુષ સંબંધિત ચિકિત્સા પ્રણાલીનો ઉપયોગ કરતા લોકો માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે, જેના પર આયુષ મંત્રાલયે મહોર મારી છે. તેમણે કહ્યું કે મંત્રાલય તરફથી આયુષ સંજીવની મોબાઇલ એપ (Ayush Sanjeevani Mobile App) રજૂ કરવામાં આવી છે. આ એપ્લિકેશનનો ઉદેશ્ય કોવિડ 19 મહામારી વચ્ચે લોકોમાંથી આયુષ સંબંધીત ઉપાયો માટે આંકડા મેળવવાનો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં પાંચ દિવસ આ વિસ્તારોમાં વરસાદની આગાહી

દેશમાં સંક્રમિતોની સંખ્યા 52 લાખને પારભારતમાં કોવિડ-19નું સંકટ વધુ વિકરાળ બનતું હોય તેવું લાગી રહ્યું છે. રોજ સવારે જાહેર થતાં રાષ્ટ્રીય આંકડાઓથી તે સાબિત થાય છે કે કોરોના સામેની લડત ભારતમાં હજુ ઘણી લાંબી ચાલી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 96,424 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 1,174 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 52,14,678 થઈ ગઈ છે.

નોંધનીય છે કે, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 41 લાખ 12 હજાર 552 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 10,17,754 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 84,372 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 17 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 6,15,72,343 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારે 24 કલાકમાં 10,06,615 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
Published by: Vinod Zankhaliya
First published: September 19, 2020, 7:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading