નવી દિલ્હી : રાજસ્થાનમાં (Rajasthan)સચિન પાયલટ અને અશોક ગેહલોત (Ashok Gehlot Vs Sachin Pilot)વચ્ચે તણાવની વચ્ચે કોંગ્રેસના (Congress)પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ એક એવું નિવેદન આપ્યું છે જે પછી એવું લાગી રહ્યું છે કે સચિન પાયલટ માટે પાર્ટીએ પોતાના દરવાજા બંધ કરી લીધા હોય. NSUIના પદાધિકારીઓ સાથે બુધવારે થયેલી બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જેમને પાર્ટી છોડીને જવું છે તે જશે જ, તમારે લોકોએ પરેશાન થવાનું નથી, જ્યારે કોઈ જાય છે તો તમારા જેવા લોકો માટે રસ્તો ખુલે છે.
રાહુલ ગાંધીના આ નિવેદન પછી એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસે સચિન પાયલટ માટે દરવાજા હંમેશા માટે બંધ કરી લીધા છે. કારણ કે રાહુલ ગાંધીનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે કોંગ્રેસની અંદરથી ઘણા નેતાઓએ સચિન પાયલટને લઈને સહાનુભૂતિ બતાવી છે. રાહુલનું નિવેદન પાર્ટીના સખત વલણ પ્રમાણે છે. કોંગ્રેસ નેતૃત્વએ સચિનને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ સચિન જ્યારે જીદ પર અડ્યા તો કાર્યવાહી કરવામાં મોડું કર્યું ન હતું.
If anybody wants to leave the party they will. It opens the door for young leaders like you, said Rahul Gandhi at an NSUI meeting today: Sources (file pic) pic.twitter.com/jxG0NTgNlO
કોંગ્રેસ પાર્ટીએ વ્હિપના ભંગના મામલે બળવાખોર ધારાસભ્ય પર કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. વિધાનસભા અધ્યક્ષે પાર્ટી વ્હિપના ઉલ્લંઘન પર બળવાખોર ધારાસભ્યોને નોટિસ આપીને જવાબ માંગ્યો છે. સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોને આ નોટિસ આપવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર