તમારી સામે દિપડો કે સિંહ આવી જાય તો ભૂલથી પણ ન કરો આ કામ, બાકી જીવનથી ધોવા પડશે હાથ
તમારી સામે દિપડો કે સિંહ આવી જાય તો ભૂલથી પણ ન કરો આ કામ
જો તમે કોઈપણ જંગલી પ્રાણી સાથે રૂબરૂ થઈ જાવ છો, તો તમારા માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, તમે આવી સ્થિતિમાં શું કરશો. કારણ કે તમારી એક ભૂલ તમારા જીવનને જોખમમાં મૂકી શકે છે. એટલા માટે તમારે જાણવું જરૂરી છે કે, જ્યારે તમે કોઈપણ પ્રકારના જંગલી પ્રાણીનો સામનો કરો ત્યારે શું કરવું અને શું ન કરવું...
નવી દિલ્હી: આપણી ઘણી વખત જંગલી જાનવર રહેતા હોય તેની આસપાસના ગામડાઓમાં જતા હોઈએ છીએ, આવા તો શહેરમાં પણ આસપાસ જંગલ હોય ત્યાં જાનવરો આંટાભેરા કરતા હોય છે. ત્યારે ઘણી વખત જંગલી પ્રાણીઓ વારંવાર રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે કોઈપણ જંગલી પ્રાણી સાથે રૂબરૂ થઈ જાવ છો, તો તમારા માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, તમે આવી સ્થિતિમાં શું કરશો. કારણ કે તમારી એક ભૂલ તમારા જીવનને જોખમમાં મૂકી શકે છે. એટલા માટે તમારે જાણવું જરૂરી છે કે, જ્યારે તમે કોઈપણ પ્રકારના જંગલી પ્રાણીનો સામનો કરો ત્યારે શું કરવું અને શું ન કરવું...
દૂર ઉભેલા જંગલી જાનવરને કાકરી ચાળા ન કરો
સૌ પ્રથમ તો આસપાસના સમાચારોથી વાકેફ રહો અને સાવધાન રહો. એવું નથી કે તમે માત્ર પ્રાણીના પ્રવેશ વિશે સાંભળ્યું અને ડરમાં જીવવાનું શરૂ કર્યું છે. આ ખોટું છે. તેથી તમારી જાતને અપડેટ રાખો. આ ઉપરાંત, કોઈપણ જંગલી પ્રાણી ભલે તે દીપડો હોય કે સિંહ, મોટાભાગના જંગલી પ્રાણીઓમાં માનવી પર હુમલો કરવાની પ્રકૃતિ હોતી નથી, સિવાય કે તેઓ તમારાથી ખતરો અનુભવે તો.
જ્યારે તમે જંગલી પ્રાણીને જુઓ ત્યારે જોરથી અવાજ કરો
જ્યારે પણ સિંહ, ચિત્તો કે દિપડો તમારા પર હુમલો કરે ત્યારે ભાગશો નહીં. કારણ કે તેઓ તમારા કરતા વધુ ઝડપથી દોડે છે. તેના બદલે, તમારે શક્ય તેટલી વહેલી તકે છુપાવવાની જગ્યા શોધવી જોઈએ, જેથી તે તમને શોધી ન શકે. આ સિવાય જો કોઈ જંગલી પ્રાણી તમારાથી દૂર હોય તો જોરથી બૂમો પાડો, તાળીઓ પાડો અથવા કોઈપણ પ્રકારનો જોરથી અવાજ કરો.
દિપડાની સામું ન જોવું
સૌથી મહત્વની વાત એ છે કે, કોઈપણ જંગલી પ્રાણીની આંખોમાં ન જોશો, તે તેને પડકાર તરીકે લે છે અને હુમલો કરી શકે છે. આ સિવાય જો કોઈ દીપડો તમારા વિસ્તારમાં ઘૂસી જાય તો તરત જ તમારી જાતને અને તમારા પરિવારના સભ્યોને અલગ રૂમમાં બંધ કરી દો અને તરત જ અન્ય લોકોને જાણ કરો.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર