મોદી માટે બેસ્ટ સિક્યોરિટી, નક્સલવાદીઓ દ્વારા હત્યાની વાત હાસ્યાસ્પદ: શિવસેના

મહારાષ્ટ્ર પોલીસનાં આ દાવા સંદર્ભે શિવસેનાએ પોલીસનો ઉધડો લીધો હતો અને જણાવ્યુ કે, મહારાષ્ટ્ર પોલીસનો દાવો હાસ્યાસ્પદ છે. મનમોહનસિંહની સરકારને લોકોએ વોટ આપીને ઉખાડીને ફેંકી હતી.

મહારાષ્ટ્ર પોલીસનાં આ દાવા સંદર્ભે શિવસેનાએ પોલીસનો ઉધડો લીધો હતો અને જણાવ્યુ કે, મહારાષ્ટ્ર પોલીસનો દાવો હાસ્યાસ્પદ છે. મનમોહનસિંહની સરકારને લોકોએ વોટ આપીને ઉખાડીને ફેંકી હતી.

 • Share this:
  અર્બન નક્સવાદીઓના આરોપસર મહારાષ્ટ્ર પોલીસે પાંચ માનવ અધિકાર કર્મશીલોની ધરપકડ કરી છે અને પોલીસે એવો આરોપ લગાવ્યો છે કે, આ ‘શહેરી નક્સલવાદીઓ’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય હત્યા કરવાનું કાવત્રુ ઘડી રહ્યા હતા.

  મહારાષ્ટ્ર પોલીસનાં આ દાવા સંદર્ભે શિવસેનાએ પોલીસનો ઉધડો લીધો હતો અને જણાવ્યુ કે, મહારાષ્ટ્ર પોલીસનો દાવો હાસ્યાસ્પદ છે. મનમોહનસિંહની સરકારને લોકોએ વોટ આપીને ઉખાડીને ફેંકી હતી. માઓવાદીઓએ નહીં. અત્યારે પણ, મત દ્વારા એ શક્ય છે કે, લોકો મત આપીને લોકશાહી પદ્ધતિથી સરકાર બદલી દે”

  આ સ્ટોરી પણ વાંચો 

  મોદીની નોટબંધીએ ભારતીય અર્થતંત્રની ઘોર ખોદી નાંખી: શિવસેના

  બીજેપીને હરાવવા માટે શિવસેનાને જોઈએ છે મુસ્લિમોનો સાથ!

  શિવસેનાએ આકરા પ્રહારો કરતા કહ્યુ કે, "પુના પોલીસે તેનું મોંઢુ બંધ રાખવુ જોઇએ અને સરકારે પુના પોલીસને આવા બેહુદા નિવેદનો આપતા રોકવી જોઇએ. આ તદ્દન મુર્ખતા છે."

  શિવસેનાનાં મુખપત્ર “સામના”માં આ પ્રકારની ટીકા કરવામાં આવી હતી. શિવસેનાએ વધુમાં જણાવ્યુ કે, "અલગ-અલગ સરકારો દ્વારા પોલીસનો ‘ઉપયોગ’  જુદા-જુદા હેતુ પાર પાડવા માટે કરવામાં આવે છે. આ કિસ્સામાં પણ ઝડપથી સત્ય બહાર આવશે”.

  પુના પોલીસે એવો દાવો કર્યો હતો કે, માઓવાદીઓ નરેન્દ્ર મોંદીને ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી સ્ટાઇલથી મારી નાંખવાનો પ્લાન બનાવી રહ્યાં છે.

  આ સંદર્ભમાં શિવસેનાએ કહ્યું કે, "ભૂતપૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધી નિડર હતા અને હિંમતવાળા નેતા હતા. તેમની હિંમતના કારણે તેમણે તેમના જીવ ગુમાવ્યા. પણ મોદી ક્યારેય એ પ્રકારની પ્રવૃતિ કરવાનું દુ:શાહસ નહી કરે. મોદીને સૌથી શ્રેષ્ઠ સલામતી આપવામાં આવી છે અને તેમની આસપાસ ચકલુ પણ ફરકી શકે તેમ નથી. જો આંગળીના વેઢે ગણી શકાય એટલા માઓવાદીઓમાં જો આટલી બધી તાકાત હોત, તો બંગાળ અને ત્રિપુરામાં તેમની સરકાર જતી ન રહી હોત.”
  Published by:Vijaysinh Parmar
  First published: