IED એક્સપર્ટ સહિત જૈશના 3 આતંકવાદી કુલગામ એન્કાઉન્ટરમાં ઠાર મરાયાઃ DGP

IED એક્સપર્ટ સહિત જૈશના 3 આતંકવાદી કુલગામ એન્કાઉન્ટરમાં ઠાર મરાયાઃ DGP
સુરક્ષા દળોને ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાના ઇનપુટ મળ્યા હતા. (Photo: ANI)

આતંકવાદીઓને તેમના પાકિસ્તાની હેન્ડલર્સથી નિર્દેશ આપ્યા હતા અને મોટો હુમલો કરવાની જવાબદારી સોંપી હતી

  • Share this:
    નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના કુલગામ વિસ્તારમાં સુરક્ષા દળો (Security Forces) સાથેના એન્કાઉન્ટરમાં એક આઇઈડી એક્સપર્ટ (IED Expert) સહિત ત્રણ જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammad)ના આતંકવાદી ઠાર મરાયા છે.

    જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિદેશક દિલબાગ સિંહે જણાવ્યું કે, કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) યૂનિટ, ઈન્ડિયન આર્મી (Indian Army) અને કુલગામ પોલીસ (Kulgam Police)એ જોઇન્ટ ઓપરેશનમાં ચિમ્મેર ગામમાં ત્રણ આતંકવાદીઓના ઢાળી દીધા છે. સુરક્ષા દળોને ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાના ઇનપુટ મળ્યા હતા.




    ડીજીપીએ કહ્યું કે, આતંકવાદીઓને તેમના પાકિસ્તાની હેન્ડલર્સથી નિર્દેશ આપ્યા હતા અને મોટાપાયે હુમલો કરવાની જવાબદારી સોંપી હતી.


    આ પણ વાંચો, સોલર ઓર્બિટરે ક્લિક કરી સૂરજની સૌથી નજીકની તસવીરો, દરેક સ્થળે આગની જ્વાળાઓ

    તેઓએ જણાવ્યું કે, ઠાર મરાયેલા આતંકવાદી જૈશ-એ-મોહમ્મદના છે, જેમાંથી એક ટૉપ આતંકવાદી કમાન્ડર પણ સામેલ છે જે IED બનાવવાનો એક્સપર્ટ માનવામાં આવતો હતો. તેઓ પોતાના પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સીધા સંપર્કમાં હતા અને તેમણે હાલમાં જ સુરક્ષા દળોની વિરુદ્ધ અનેક IED બ્લાસ્ટના હુમલા માટે જવાબદાર હતા. ડીજીપીએ જણાવ્યું કે તેઓ કથિત રીતે ત્રણ કે ચાર એન્કાઉન્ટરમાં બચીને છટકી ચૂક્યા હતા અને એક મામલામાં એક અમઓ 4 અમેરિકન રાઇફલ્સ પણ છોડીને ગયા હતા.

    આ પણ વાંચો, તરતા નહોતું આવડતું છતાંય નદીમાં નહાવા ઉતર્યા 4 દોસ્ત, ડૂબી જવાથી 3નાં મોત

    નોંધનીય છે કે, આ એન્કાઉન્ટરમાં ત્રણ જવાન પણ ઘાયલ થયા છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે હથિયાર અને દારૂગોળા સહિત અનેક વસ્તુઓ મળી આવી છે.
    Published by:Mrunal Bhojak
    First published:July 17, 2020, 11:36 am

    टॉप स्टोरीज