100 વર્ષ પહેલા પૂજારીએ ચોરેલી મૂર્તિ પૌત્રએ મંદિરને પાછી આપી

News18 Gujarati
Updated: April 30, 2019, 11:12 AM IST
100 વર્ષ પહેલા પૂજારીએ ચોરેલી મૂર્તિ પૌત્રએ મંદિરને પાછી આપી
પ્રતિકાત્મક તસવીર

આવતા મહિને આ મૂર્તિ વિધિવત રીતે 800 વર્ષ જૂના મંદિરમાં પ્રસ્થાપિત થશે. ઉત્સવ યોજાશે.

  • Share this:
દક્ષિણ ભારતમાં મદુરાઇ પાસે આવેલા મેલુરનાં એક મંદિરમાંથી સો વર્ષ પહેલા એક પૂજારીએ 700 વર્ષ જૂની ભગવાનની મૂર્તિ ચોરી હતી અને ઘરની દીવાલમાં સંતાડી દીધી હતી. આ વાત પૂજારીના પૌત્રના ધ્યાનમાં આવતા તેણે  ભગવાનનાં કોપથી બચવા માટે એ મૂર્તિને સૂપરત કરવાનો નિર્ણય લીધો છે.

આવતા મહિને આ મૂર્તિ વિધિવત રીતે 800 વર્ષ જૂના મંદિરમાં પ્રસ્થાપિત થશે.

વાત એમ છે કે, 700 વર્ષ જૂની ધ્રોપદિ અમ્માનની મૂતિ 1915માં ચોરાઇ ગઇ હતી. આ મુર્તિ તાજેતરમાં મળી આવી હતી. પૂજારીનાં ઘરમાં દીવાલની અંદર સંતાડેલી હતી. પૂજારે મંદિરમાંથી ચોરીને આ મૂર્તિને ઘરની દીવાલમાં સંતાડી હતી.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા અહેવાલ મુજબ, સો વર્ષ પહેલા આ મંદિરનાં કરુપ્પાસામી નામના એક પૂજારીએ એક મૂર્તિ ચોરીને પોતાના ઘરમાં સંતાડી દીધી હતી.
જે-તે સમયે આ અંગે બ્રિટિશ પોલીસમાં ફરિયાદ પણ દાખલ થઇ હતી

આ ઘટનાને સો વર્ષ વિત્યાં પછી આ પૂજારીનાં પૌત્રએ તેના દાદાએ કરેલી ભૂલને સુધારી અને એ મૂર્તિને પાછી મંદિરને આપી દીધી. કેમ કે, તેને એવી માન્યતા છે કે, આ મૂર્તિ ચોરવાને કારણે ઘરમાં દુખ આવી પડ્યું છે અને ભગવાનનાં કોપનો ભોગ બનવું પડયું છે.પૂજારીનાં પૌત્રનું નામ મરુગેસન છે. તેમની ઉંમર 60 વર્ષની છે. તેમણે કહ્યું કે, જ્યારથી આ મૂર્તિ ચોરી છે ત્યારથી તેમનાં ઘરમાં આપત્તિ આવી છે. ઘરનાં ઘણાં સભ્યો ભગવાનનાં કોપનાં કારણે મૃત્યુ પામ્યા છે.

તેમણે જણાવ્યું કે, મૂર્તિ ચોર્યા પછી તેને ઘરની દીવાલમાં સંતાડી દીધી હતી. આટલા વર્ષો સુધી તેને દીવાલમાં જ સંતાડેલી રાખી.

પોતાના દાદા દીવાલ આગળ બેસીને પ્રાર્થના કરતા હતા. પણ પૌત્રને શંકા ગઇ કે, દાદા આવું શા માટે કરે છે ? પણ પાછળથી ખબર પડી કે, તેમણે મૃર્તિને દીવાલમાં સંતાડી છે. આથી પૌત્રએ આ મૂર્તિને દીવાલમાંથી કાઢી અને યોગ્ય સમયે તેનાં મૂળ મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવશે. આ મંદિર 800 વર્ષ પુરાણુ છે.
First published: April 30, 2019, 11:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading