ICSE/ISC Result 2020: ધોરણ 10-12ના પરિણામ થયા જાહેર, results.cisce.org પર ચૅક કરો

News18 Gujarati
Updated: July 10, 2020, 3:31 PM IST
ICSE/ISC Result 2020: ધોરણ 10-12ના પરિણામ થયા જાહેર, results.cisce.org પર ચૅક કરો
ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓમાં અઢી લાખથી વધુ સ્ટુડન્ટ્સે ભાગ લીધો છે

ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓમાં અઢી લાખથી વધુ સ્ટુડન્ટ્સે ભાગ લીધો છે

  • Share this:
નવી દિલ્હીઃ સીઆઈએસસીઈ બોર્ડ (Council for the Indian School Certificate Examinations)ના ધોરણ 10-12ના પરિણામ આજે એટલે કે 10 જુલાઈ 2020ના રોજ જાહેર થયા. તેની સાથે જ પરિણામની રાહ જોઈ રહેલા દેશભરના લાખો સ્ટુડન્ટને તેમના મહેનતનું પરિણામ પણ જાણવા મળશે.

વેબસાઇટ પર આવી રીતે ચેક કરો


  1. CISCEની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ

  2. ICSE કે ICSના પરિણામના વિકલ્પ પર ક્લિક કરો

  3. આપનું યૂઆઈડી, ઇન્ડેક્સ નંબર અને કેપ્ચા ભરો.
  4. સબમિટના બટન પર ક્લિક કરતાં જ સ્ક્રીન પર પરિણામ આવી જશે

  5. ભવિષ્ય માટે પરિણામ પોતાની પાસે સેવ રાખવા માટે તેની પ્રિન્ટ પણ લઈ લો


આ આધારે જાહેર થયું પરિણામ

  1. સ્ટુડન્ટના બોર્ડ પરીક્ષાના સર્વશ્રેષ્ઠ ત્રણ પેપરોની સરેરાશ કાઢીને રદ કરવામાં આવેલા પેપરોમાં માર્ક આપવામાં આવ્યા.

  2. ધોરણ 10 માટેઃ જે પેપર રદ કરવામાં આવ્યા છે, તેને ઇન્ટરનલ અસેસમેન્ટ, પ્રોજેક્ટ અને પ્રેક્ટિકલના આધાર પર.

  3. ICSE માટે પર્સન્ટેજ સબ્જેક્ટ ઇન્ટરનલ અસેસમેન્ટ અને ISC માટે પર્સન્ટેજ સબ્જેક્ટ પ્રોજેક્ટ તથા પ્રેક્ટિકલને આધારે માનવામાં આવ્યા છે.




કોરોના વાયરસના કારણે સ્થગિત કરવામાં આવેલી ધોરણ-10 અને ધોરણ-12ની પેન્ડિંગ પરીક્ષાઓનું આયોજન 1થી 14 જુલાઈ દરમિયાન યોજાવાની હતી, પરંતુ બાદમાં આ પરીક્ષાઓને રદ કરવામાં આવી હતી. સીઆઈએસસીઈ બોર્ડ પોતાની વેબસાઇટ results.cisce.org પર પરિણામ જાહેર થયા. આ વર્ષે ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓમાં અઢી લાખથી વધુ સ્ટુડન્ટ્સે ભાગ લીધો છે.

આ પણ વાંચો, પરોઠા કે ફેસ માસ્ક? ગ્રાહકોમાં સેલ્ફી ખેંચાવાનો ક્રેઝ થયો વાયરલ

સુપ્રીમ કોર્ટનો પહેલા જણાવાયું હતું કે CBSE અને ICSE બંને માટે બાકીની બોર્ડ પરીક્ષા COVID-19 મહામારીના કારણે રદ કરી દેવામાં આવી છે. CBSE બોર્ડ ધોરણ-12ના સ્ટુડન્ટ્સ બાદમાં પરીક્ષા આપવા કે છેલ્લી ત્રણ આંતરિક પરીક્ષામાં તેમના પ્રદર્શનના આધારે મૂલ્યાંકનની સાથે આગળ વધવાનો વિકલ્પ હતો. આ જ વિકલ્પ ICSE Boardમાં ધોરણ-10ના સ્ટુડન્ટ્સ માટે ઉપલબ્ધ નહોતો.

આ પણ વાંચો, ચિમ્પાન્ઝીએ સિંહ બાળને પીવડાવ્યું દૂધ, Video જોઈ લોકોએ કહ્યું- ‘આ મમતા છે’

CBSEના પરિણામોની વાત કરીએ તો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (Central Board of Secondary Education, CBSE)ના ધોરણ-10 અને ધોરણ-12ના પરીણામ જાહેર થવાની રાહ લાખો સ્ટુડન્ટ્સ કરી રહ્યા છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ-10 અને 12નું પરીણામ 15 જુલાઈ સુધી જાહેર કરશે. જોકે, નવી તારીખ હજુ નક્કી નથી કરવામાં આવી.
Published by: Mrunal Bhojak
First published: July 10, 2020, 11:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading