કોરોનાની સ્વદેશી વેક્સીન પર ઉઠ્યા સવાલો, ICMRએ કહ્યું- કામ ઝડપથી થશે, લોકોની સુરક્ષા સૌથી ઉપર

કોરોનાની સ્વદેશી વેક્સીન પર ઉઠ્યા સવાલો, ICMRએ કહ્યું- કામ ઝડપથી થશે, લોકોની સુરક્ષા સૌથી ઉપર
કોરોનાની સ્વદેશી વેક્સીન પર ઉઠ્યા સવાલો, ICMRએ કહ્યું- કામ ઝડપથી થશે, લોકોની સુરક્ષા સૌથી ઉપર

ICMRએ કહ્યું - આખી દુનિયા કોવિડ-19 મહામારીથી લડી રહી છે, એવામાં એક પ્રભાવી વેક્સીનનો વિકાસ જીંદગીઓ બચાવવાનું મહત્વપૂર્ણ હથિયાર બનશે

 • Share this:
  નવી દિલ્હી : ICMRએ કહ્યું છે કે મોટા સ્તર પર સાર્વજનિક સ્વાસ્થ્યના (Public Health) હિતમાં, ICMR માટે એક મહત્વપૂર્ણ સ્વદેશી વેક્સીનના (Promising Indigenous Vaccine) ક્લિનિકલ પરીક્ષણોમાં (Clinical Trails) ઝડપ લાવવી જરુરી છે. કોવિડ-19 મહામારીની અભૂતપૂર્વ પ્રકૃતિને જોતા દુનિયાભરમાં સારવાર માટે દાવેદારી કરી રહેલી અન્ય બધી વેક્સીનને આવી રીતે જ ફાસ્ટ-ટ્રેક (Fast-track) કરવામાં આવી છે.

  ICMRએ ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડના (Bharat Biotech International Limited) વેક્સીન ઉમેદવાર વિશે કહ્યું કે ICMRની વેક્સીનનો વિકાસ ઝડપી કરવાની પ્રકિયા આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્વિકાર્ય માનદંડો (Globally accepted norms)ના અનુસાર છે. તેના અંતર્ગત પશુ અને માનવીય પરીક્ષણ (Animal and Human Trails) સાથે-સાથે ચાલુ રાખી શકે છે.  ICMRએ કહ્યું કે આખી દુનિયા કોવિડ-19 મહામારીથી લડી રહી છે, એવામાં એક પ્રભાવી વેક્સીનનો વિકાસ જીંદગીઓ બચાવવાનું મહત્વપૂર્ણ હથિયાર બનશે. જોકે આખી દુનિયામાં મોટી સંખ્યામાં અલગ-અલગ વેક્સીન વિકાસના અલગ-અલગ ચરણમાં છે. આ દરમિયાન તે પણ જરુરી છે કે તે સમયે લોકોની સુરક્ષા, ગુણવત્તા, આવશ્યકતા અને બધા નિયામક જરુરિયાતનુ પાલન કરાવતા એક ઘરેલુ વેક્સીનનું નિર્માણને પ્રોત્સાહન આપવામાં આવે.

  આ પણ વાંચો - રાજકોટ : લૉકડાઉન દરમિયાન સોશિયલ મીડિયાની અસર અંગે થયો એક સર્વે, તારણ જાણી ચોંકી જશો

  સંસ્થાએ જણાવ્યુ કે એક ઈનએક્ટિવેટેડ કોવિડ-19 વેક્સીન ઉમ્મીદવારનું નિર્માણ ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડે ICMR અને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ વિરોલોજી, પૂણેની સાથે મળીને કર્યુ છે. આ દરમિયાન ICMRએ કહ્યુ કે લોકોની સુરક્ષા અને હિત ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

  સંસ્થાએ જણાવ્યું કે BBILતરફથી આને લઈને મળેલા આંકડાના ગહન વિશ્લેષણ અને સમીક્ષા પછી ICMR ક્લિનિકલ વિકાસનુ સમર્થન કરી રહ્યું છે, કારણ કે વેક્સીન ઉમેદવારોને આશાજનક લાગી રહ્યું છે. પૂર્વ-ક્લિનિકલ અધ્યયનોથી મળેલા આંકડાના સઘન તપાસના આધાર પર, ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ ચરણ 1 અને 2 ના ક્લિનિકલ પરીક્ષણ કરવાની અનુમતિ આપી છે.
  Published by:Ashish Goyal
  First published:July 04, 2020, 20:10 pm

  ટૉપ ન્યૂઝ