રેમડેસિવીર જીવન રક્ષક દવા નથી: ICMR દ્વારા દવાના ઉપયોગને લઈ અપાઈ ચેતવણી

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

રેમડેસિવિરનો બિનજરૂરી અને અતાર્કિક ઉપયોગ નુકસાનકારક હોઈ શકે છે.

  • Share this:
કોરોના વાયરસના વધતા કેસ ચિંતાનો વિષય બની ગયા છે, ત્યારે સારવારમાં રેમડેસિવીર ઇન્જેક્શનના ઉપયોગમાં બેદરકારી વધુ ગંભીર બાબત છે. આવી સ્થિતિમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR) દ્વારા રેમડેસિવીરના યોગ્ય ઉપયોગને લઈ કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે.

અત્યારે મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક સહિતના રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ સાથે જ રેમડેસિવીર દવાની માંગમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે ICMRનું કહેવું છે કે, કોરોનામાં રેમડેસિવીર જીવન રક્ષક દવા નથી. તેનાથી મૃત્યુ દર ઘટશે નહીં. રેમડેસિવીર પર હજુ તપાસ ચાલી રહી છે. કોવિડનું દર્દી દાખલ હોય ત્યારે ઈમરજન્સીની સ્થિતિમાં જ તેના ઉપયોગને મંજૂરી મળી છે.

રેમડેસિવીરના ઉપયોગને તંત્રએ ઈમરજન્સીની સ્થિતિમાં મંજુરી આપી છે. ઉપરાંત કોવિડના દર્દી ઉપર કેટલીક શરતો હેઠળ પૃથ્થકરણના હેતુથી જ થઈ શકે છે.

  • કોરોનામાં રીમડેસિવીર જીવન બચાવવાની દવા નથી. અભ્યાસ તેના ઉપયોગથી મૃત્યુદરમાં ઘટાડો બતાવતો નથી. અલબત્ત હોસ્પિટલમાં દાખલ થવાના દિવસો ઘટી જાય છે તેવું અભ્યાસના પુરાવા કહી રહ્યા છે.

  • રેમડેસિવીરને માત્ર હોસ્પિટલમાં જ આપવી જોઈએ.

  • રેમડેસિવીરને હોસ્પિટલમાં દાખલ દર્દીઓ મધ્યમ બીમાર અને ઓક્સિજન પર હોય ત્યારે જ લેવાની સલાહ આપવામાં આવે છે. આ ઇન્જેક્શન ચેપ લાગ્યાના 10 દિવસમાં પાંચ દિવસ સુધી આપવાના હોય છે.

  • ઘરે હોય તેવા દર્દીઓને આ ઇન્જેક્શન ક્યારેય ન આપવા જોઈએ.

  • રેમડેસિવિરનો બિનજરૂરી અને અતાર્કિક ઉપયોગ નુકસાનકારક હોઈ શકે છે.


એઇમ્સના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ પણ આ અંગે સોમવારે કહ્યું હતું કે, રેમડેસિવિર માત્ર હોસ્પિટલમાં દાખલ હોય અને ઓક્સિજન પર હોય તેવા દર્દીઓ માટે છે. ઉપરાંત એક્સ રે અથવા સીટી સ્કેનમાં સંક્રમણ બતાવે તો પણ આપી શકાય.

નીતિ આયોગના સભ્ય વી. કે પોલે જણાવ્યું હતું કે, રેમડેસિવીરનો ઉપયોગ ઘરે સારવાર લેતા દર્દીઓ માટે ન થવો જોઈએ અને કેમિસ્ટ શોપમાંથી ખરીદવા નહીં.

કોરોના: બહારથી આવ્યા બાદ કપડાને આ રીતે કરો સૅનેટાઇઝ, બીમારીઓ રહેશે દૂર

ડો. ગુલેરિયાના નિવેદનને ટેકો આપતા વીકે પોલે કહ્યું કે, ડેટા ઉપરથી ફલિત થાય છે કે, કોરોનાના દર્દીઓના મૃત્યુ દર ઘટાડવામાં રેમડેસિવીર અસરકારક નથી.

આ દરમિયાન સોશ્યલ મીડિયા પર રેમડેસિવિર દવા મેળવવાની પોસ્ટનું પુર આવ્યું છે. લોકો પરિવારના સંક્રમિત સભ્યો અને મિત્રો માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રેમડેસિવિર દવા માંગી રહ્યા છે. રિપોર્ટનું માનીએ તો રેમડેસિવિર કાળા બઝારમાં બે ગણા ભાવે વેચાઈ રહ્યું છે.

શહેરોની ઝૂંપડપટ્ટીઓમાં પોશ વિસ્તાર કરતાં કોરોનાના કેસ કેમ હોય છે ઓછા?વર્તમાન સમયે માંગ અને પુરવઠા વચ્ચે ગેપ છે. જેથી કેન્દ્ર સરકારે રેમડેસિવિરની નિકાસ ઉપર બેન લગાવી દીધો છે.
First published: