WHOની રોકના એક દિવસ બાદ ICMRએ કહ્યું - ભારતમાં કોરોનાની સારવાર માટે HCQનો ઉપયોગ શરૂ રહેશે

WHOની રોકના એક દિવસ બાદ ICMRએ કહ્યું - ભારતમાં કોરોનાની સારવાર માટે HCQનો ઉપયોગ શરૂ રહેશે
પ્રતિકાત્મક તસવીર

ICMRના DGએ જણાવ્યું કે સરકારની તાજેતરની એડવાઇઝરીમાં HCQના ઉપયોગને અર્ધસૈનિક દળ અને પોલીસ કર્મચારી જેવા ફ્રન્ટલાઇન વૉરિયર્સ વચ્ચે વધારવા કહ્યું છે.

  • Share this:
    નિખિલ ધાનેકર, નવી દિલ્હી : કોરોના વાયરસની સારવારમાં જે દવાને સંજીવની જડીબુટ્ટી તરીકે ગણવામાં આવી તે હાઇડ્રોક્સીક્લોરોક્વીનના વપરાશ અંગે વિશ્વમાં ધમસાણ મચ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (WHO)એ હાઇડ્રોક્સીક્લોરોક્વીનના ઉપયોગ પર રોક મૂકી હોવા છતાં આ દવાનો ઉપયોગ ભારતમાં શરૂ રહેશે. દેશમાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર ડજનરલ ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું કે ભારતમાં આ દવાનો ઉપયોગ કરવાની સલાહ માર્ચની શરૂઆતમાં મળી હતી.

    આ દવાના પ્રયોગ પહેલાં તેનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં એન્ટીવાયરલ ગુણો જોવા મળ્યા હતા. જોકે, ઑબ્ઝર્વેશન અને અભ્યાસમાં આ દવાના ખાસ સાઇડ ઇફેક્ટ જોવા મળ્યા નથી. ડૉ ભાર્ગવે જણાવ્યું કે અમને એવું લાગતું હતું કે આ દવા કોરોના સામેની લડાઈમાં રામબાણ ઇલાજ સાબિત થશે.



    આ પણ વાંચો :  Coronavirus : કોરોનાના લીધે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 મોત, 361 નવા કેસ નોંધાયા

    વિશેષ ગેરફાયદા નહીં પરંતુ ફાયદા થઈ શકે છે : ડૉક્ટર ભાર્ગવ

    ભાર્ગવે કહ્યું કે, 'અઠવાડિયાથી જ જ્યારે તેનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું ત્યારે, અમને ભારત વિશે થોડો ડેટા (એચસીક્યૂ પર) મળ્યો છે, જેમાં જોવા મળ્યું છે કે તેના ઉપયોગમાં કોઈ સમસ્યા નથી, પરંતુ તેનો ફાયદો થઈ શકે છે."

    આ પણ વાંચો :  ચીન સાથે તણાવ મામલે PM મોદીની હાઈલેવલ બેઠક, NSA, CDS અને ત્રણે સેના પ્રમુખ સામેલ

    ભાર્ગવે કહ્યું, "આ મોટેભાગે નિરીક્ષણના અભ્યાસ હતા, જે વિવિધ વિભાગો પર એઇમ્સમાં કરવામાં આવતા હતા, અને કેસ નિયંત્રણ અભ્યાસ આઇસીએમઆર અને દિલ્હીની ત્રણ જાહેર હોસ્પિટલોમાં કરવામાં આવતા હતા. અમને મળ્યું કે તે કામ કરી શકે છે અને તેના ઉબકા, ઊલટી થવી અથવા ગભરાટ સિવાય કોઈ મોટી આડઅસરો જોવા મળી નથી. અમે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેનો ઉપયોગ મારણ તરીકે પણ ચાલુ રહેશે."
    Published by:News18 Gujarati
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ